Adani Stocks Prediction : અદાણી પાવરના સ્ટોક્સને લઈ મોટી આગાહી, અમેરિકન ફર્મે બતાવ્યા મજબૂત કારણો

મોર્ગન સ્ટેનલીએ અદાણી પાવર માટે ₹185 નો ટાર્ગેટ ભાવ આપી ‘ઓવરવેઈટ’ રેટિંગ જાળવી રાખી છે, જે 17% ઉછાળાનો સંકેત આપે છે.

| Updated on: Nov 06, 2025 | 9:19 PM
4 / 7
તાજેતરના PPA ટૅરિફ 5.8 થી 6.2 રૂપિયા પ્રતિ યુનિટ વચ્ચે છે, જ્યારે ફિક્સ્ડ ચાર્જ આશરે ₹4 પ્રતિ યુનિટ છે. આ માળખા હેઠળ કંપનીને આશરે ₹3.5 પ્રતિ યુનિટ EBITDA મળવાની સંભાવના છે, જે ઓપન માર્કેટમાં મળતા ₹2.5 પ્રતિ યુનિટ કરતાં વધારે છે. આથી કંપનીની કમાણી અને કેશ ફ્લો બંને મજબૂત બનશે.

5 / 7
અદાણી પાવરની 23.7 ગીગાવોટની નિર્માણાધીન પ્રોજેક્ટ્સ માટે FY26 થી FY32 વચ્ચે આશરે ₹27,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કંપની આમાંનો 60-65% ભાગ પોતાની આંતરિક કમાણીથી પૂરો કરી શકશે. હાલ કંપનીની બેલેન્સ શીટ મજબૂત છે અને નેટ ડેટ-ટુ-EBITDA રેશિયો માત્ર 1.5 ગણો છે. મોર્ગન સ્ટેનલીએ પોતાના અનુમાનમાં ફેરફાર કરીને ટારગેટ પ્રાઇસ ₹163.6 થી વધારીને ₹185 કરી દીધું છે. આ વધારો કંપનીના દ્વિતીય ત્રિમાસિકના મજબૂત પરિણામો, તેમજ તાજેતરમાં મળેલા PPA અને LOA કરારોને કારણે થયો છે.

6 / 7
બ્રોકરેજ ફર્મના મુજબ, કંપનીના EPS અનુમાનમાં FY26 માટે 2%, FY27 માટે 5%, અને FY28 માટે 3%નો વધારો કરવામાં આવ્યો છે. હવે અનુમાન છે કે FY25 થી FY33 દરમિયાન EBITDA દર વર્ષે સરેરાશ 20%ની વૃદ્ધિ દરે વધશે, અગાઉ આ અંદાજ 16% હતો. મોર્ગન સ્ટેનલીએ પોતાના વેલ્યુએશન માળખામાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ સ્પષ્ટ કર્યું છે કે અદાણી પાવર આગામી દાયકામાં મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે અને ઉર્જા ક્ષેત્રમાં તેનું સ્થાન વધુ મજબૂત બનશે.

7 / 7
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.