25 વર્ષના મોટા કોન્ટ્રાક્ટની જાહેરાત! અદાણીનો આ શેર હવે દોડવા તૈયાર, રોકાણકારોમાં ઉત્સાહનો પાર નહીં

25 વર્ષના મોટા કોન્ટ્રાક્ટની જાહેરાત વચ્ચે અદાણી ગ્રુપની કંપનીના શેર પર સૌની ખાસ નજર રહેશે. અગાઉ શુક્રવારે એટલે કે 20 નવેમ્બરને રોજ શેર 1.25% ની તેજી સાથે ₹1,491.80 ના સ્તરે બંધ થયો હતો.

| Updated on: Nov 21, 2026 | 4:45 PM
1 / 7
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડે શનિવારને 21 નવેમ્બરના રોજ માહિતી આપી હતી કે, તેની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની પાવરપલ્સ ટ્રેડિંગ સોલ્યુશન્સ લિમિટેડ (PTSL) ને 25 વર્ષ સુધી 1,750 મેગાવોટ રિન્યુએબલ રાઉન્ડ-ધ-ક્લોક વીજળી પૂરી પાડવાનો લેટર ઓફ એવોર્ડ (LoA) મળ્યો છે.

2 / 7
આ ઓર્ડર પશ્ચિમ બંગાળ રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડ (WBSEDCL) તરફથી 25 વર્ષના સમયગાળા માટે આપવામાં આવ્યો છે. આ LoA માં 750 MW નો 'ગ્રીનશૂ વિકલ્પ' પણ છે, જેનો ઉપયોગ WBSEDCL પછીની તારીખમાં કરી શકે છે. જો આ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે, તો કુલ કરારબદ્ધ ક્ષમતા વધીને 2,500 MW થઈ જશે.

3 / 7
શરૂઆતની 1,750 MW ક્ષમતા માટે વીજળીનો પુરવઠો 1 જુલાઈ 2028 થી શરૂ થવાનો છે. જો 750 MW ના ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે, તો તે વધારાની ક્ષમતા માટે વીજળી પુરવઠો 1 એપ્રિલ 2029 થી શરૂ કરવાનું આયોજન છે.

4 / 7
આ મોટી સિદ્ધિ પર AESL ના CEO કંદર્પ પટેલે જણાવ્યું હતું કે, 'આ મહત્વપૂર્ણ ઓર્ડર સ્કેલેબલ એનર્જી સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે અને પશ્ચિમ બંગાળની લાંબાગાળાની ટકાઉ વીજ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે WBSEDCL સાથે ભાગીદારી કરવાની તક આપે છે.'

5 / 7
કંપનીએ આ કોન્ટ્રાક્ટ એક સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયા બાદ મેળવ્યો છે, જેમાં ઈ-રિવર્સ ઓક્શન બાદ PTSL સફળ બોલી લગાવનાર તરીકે ઉભરી આવ્યું. AESL એ જણાવ્યું હતું કે, PTSL એ સોર્સિંગના મોરચે આશરે 4.6 GW સૌર અને પવન ઊર્જા ક્ષમતાની સાથે-સાથે લગભગ 3.5 ગીગાવોટ-કલાકની બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ક્ષમતા માટે કરાર કર્યા છે.

6 / 7
કંપનીએ એમ પણ કહ્યું કે, તે ઉદ્યોગો, ડેટા સેન્ટરો, વ્યાપારી સંસ્થાઓ અને વિતરણ કંપનીઓ સહિત મોટા ગ્રાહકો સાથે લાંબાગાળાના પુરવઠા કરારોનો વિસ્તાર કરી રહી છે.

7 / 7
આ ઓર્ડરની જાહેરાત શનિવારે બજાર બંધ રહેવા દરમિયાન થઈ છે, જેથી આવનારા દિવસોમાં અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર્સ પર રોકાણકારોની નજર રહેશે. આ અગાઉ શુક્રવારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેર 1.25% ની તેજી સાથે ₹1,491.80 ના સ્તરે બંધ થયા હતા.

Follow Us
Loading...
Unable to load recommendations.