
કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં CNGનું વેચાણ 20 ટકા વધીને 153 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયું છે. PNG વેચાણ 11 ટકા વધીને 77 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર થયું છે.

અદાણી ટોટલ ગેસ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુરેશ પી મંગલાનીએ જણાવ્યું હતું કે, “આ નાણાકીય વર્ષ 2024-25ની સારી શરૂઆત છે.

કંપનીએ 17 ટકા વોલ્યુમ ગ્રોથ સાથે 21 ટકા EBITDA ગ્રોથ હાંસલ કરીને મજબૂત ઓપરેશનલ અને નાણાકીય પ્રદર્શન આપ્યું છે.”

આજે સોમવારે અદાણી ટોટલના શેરમાં 4% થી વધુનો વધારો થયો હતો. કંપનીનો શેર આજે રૂ. 924ની ઈન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. આ સ્ટોક એક વર્ષમાં 34% અને પાંચ વર્ષમાં 147% વધ્યો છે.

આ વર્ષે અત્યાર સુધીમાં આ સ્ટોક 10% વધ્યો છે અને છ મહિનામાં આ સ્ટોક 13% વધ્યો છે. તેની 52 સપ્તાહની ઊંચી કિંમત 1,259.90 રૂપિયા છે અને તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 521.95 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 98,185.55 કરોડ છે.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.
Published On - 10:24 pm, Mon, 29 July 24