
ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાને સ્થાપત્ય ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન માટે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગરના પરમાર લવજીભાઈ નાગજીભાઈને તેમના કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો છે. 700 વર્ષ જૂની ટાંગલીયા કળાને ટકાવી રાખવા બદલ સન્માન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રપતિએ જાહેર કુલ 113 પદ્મ એવોર્ડમાંથી એક પદ્મશ્રી એવોર્ડ ગુજરાતના રતન કુમાર પરીમુને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુરેશ હરિલાલ સોનીને સમાજ સેવા ક્ષેત્રે તેમના ઉમદા કાર્ય માટે પદ્મશ્રી સન્માનિત કરવામાં આવ્યા છે.

તુષાર દુર્ગેશભાઈ શુક્લાને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ પદ્મશ્રી એનાયત કરાયો છે.
Published On - 8:42 am, Sun, 26 January 25