Google Meet Down: વીડિયો કૉન્ફરન્સ એપ ગુગલ મીટ ઠપ્પ, યૂઝર્સ મુશ્કેલીમાં મુકાયા

|

Jun 05, 2021 | 4:45 PM

Googleની વીડિયો કૉન્ફરન્સ એપ ગુગલ મીટ (Google Meet) ભારત સહિત અનેક દેશોમાં ઠપ્પ થઈ છે. જેનાથી યુઝર્સ ગુગલ મીટ (Google Meet) એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સર્જાય છે.

Google Meet Down: વીડિયો કૉન્ફરન્સ એપ ગુગલ મીટ ઠપ્પ, યૂઝર્સ મુશ્કેલીમાં મુકાયા
ફાઈલ ફોટો

Follow us on

Google Meet Down: કોરોના મહામારીમાં વિશ્વભરમાં વર્ક ફ્રોમ હોમનું મહત્વ વધ્યું છે. ત્યારે આવા સંજોગોમાં  મીટિંગના અભાવમાં કામ અટકી ન શકે તે માટે યુઝર્સ ગુગલ મીટ (Google Meet)નો ઉપયોગ કરી રહ્યા છે. Googleની વીડિયો કૉન્ફરન્સ એપ ગુગલ મીટ (Google Meet) ભારત સહિત અનેક દેશોમાં ઠપ્પ થઈ છે. જેનાથી યુઝર્સ ગુગલ મીટ (Google Meet) એપનો ઉપયોગ કરવામાં મુશ્કેલી સર્જાય છે.

 

Google Meetના કેટલાક યુઝર્સને લૉગ ઈન કરતા સમયે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ સમગ્ર જાણકારી Downdetectorમાંથી મળી છે. Downdetector વેબસાઈટ પરથી મળેલી જાણકારી અનુસાર Google Meet છેલ્લા 24 કલાકથી ઠપ્પ છે. Google Meetના 63 ટકા યૂઝર્સ ઓનલાઈન મીટિંગ પણ કરી શક્યા નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

જ્યારે 20 ટકા યૂઝર્સ લૉગ-ઈન કરવા અને 15 ટકા યૂઝર્સને ઓનલાઈન મીટિંગ (Online meeting)સ્ટાર્ટ કરવામાં સમસ્યા આવી રહી છે તો અન્ય કેટલાક યૂઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ગૂગલની સમસ્યાને દૂર કરવાની અપીલ કરી છે. બીજી બાજુ અન્ય કેટલાક યુઝર્સ ઝુમ એપ (Zoom App News)નો ઉપયોગ કરવાની સુચના આપી છે.

 

આપને જણાવી દઈએ કે ગત્ત મહિનામાં Meet એપને અપટેડ કરવાનું એલાન કરવામાં આવ્યું હતુ. Meet એપને વધુ સારી બનાવવા માટે વીડિયો ફીડથી લઈ બૉટમ બાર સુધી જોડવામાં આવશે. કંપનીનું કહેવું છે કે ઓનલાઈન મીટિંગ (Online meeting) દરમિયાન થનારા થાકને દૂર કરવા માટે અમે યુઝર્સને સંપુર્ણ કંટ્રોલ આપશું. કંપનીએ આગળ કહ્યું કે યુઝર્સ પોતાની રીતે ઓનલાઈન મીટિંગ (Online meeting)ને કંટ્રોલ કરી શકે છે.

 

ગુગલ મીટમાં મળશે ખાસ ફીચર

ગુગલ તરફથી  મીટ એપમાં હાઈડ ફીચર આપવામાં આવશે. જેના માધ્યમથી યુઝર્સ પોતાને ઓનલાઈન મીટિંગ દરમિયાન હાઈડ કરી શકશે. આ સિવાય ઓનલાઈન મીટિંગ (Online meeting)માં પ્રેઝેન્ટરના આત્મવિશ્વાસને વધારવા માટે પિનિંગ અને અનપિનિંગમાં સુધારો કરવામાં આવ્યો છે.

 

ઑટો-ઝુમ ફીચરની સહાયતાથી અન્ય યૂઝર્સ તમને આસાનીથી જોઈ શકશે. કંપનીનું કહેવું છે કે, જ્યારે તમે મીટિંગ દરમિયાન તમારી સીટ પરથી થોડા પણ દુર થયા તો ઑટો-ઝુમ પોતાની રીતે ચેહરા પર ફોક્સ કરશે. કંપનીનું કહેવું છે કે આવનારા મહિનામાં આ ફીચરનો સપોર્ટ ગુગલ વર્કસ્પેસમાં આપવામાં આવશે.

 

Next Article