આ છે દુનિયાનો સૌથી ઊંચો સ્વિમિંગ પુલ, 50માં માળે બનેલા સ્વિમિંગ પુલમાંથી દેખાય છે અદભુદ નજારો

|

Nov 27, 2021 | 12:43 PM

સામાન્ય રીતે તમે જોયું હશે કે મોટી હોટલ્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ પૂલ હોય છે, પરંતુ સ્કાયપુલ સૌથી અનોખો છે, કારણ કે તે જમીનથી 200 મીટરની ઊંચાઈ પર આવેલો છે.

આ છે દુનિયાનો સૌથી ઊંચો સ્વિમિંગ પુલ, 50માં માળે બનેલા સ્વિમિંગ પુલમાંથી દેખાય છે અદભુદ નજારો
World Highest Swimming Pool

Follow us on

માનવજાતિએ પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને દુનિયા(world)માં ખૂબ જ આશ્ચર્ય(Surprise) પમાડે તેવી અનેક વસ્તુઓ બનાવી છે. દરેક ક્ષેત્રમાં મનુષ્ય કઇક નવીન શોધ કરીને કે નવી રચના કરીને દુનિયાને આશ્ચર્યમાં નાખતા રહે છે. આવી જ એક અચરજમાં મુકે તેવી ઇમારત કેટલાક એન્જિનિયર્સે(Engineers) બનાવી છે. કેટલાક એન્જિનિયર્સે ભેગા થઇને સ્કાયપુલ સ્વિમિંગ પુલ (Skypool swimming pool) બનાવ્યો છે. જેને વિશ્વનો સૌથી ઊંચો સ્વિમિંગ પૂલ છે. તે જમીનથી 200 મીટરની ઊંચાઈ પર આવેલો છે.

સ્કાયપુલ એ એન્જિનિયરિંગનું પણ એક ઉત્તમ ઉદાહરણ છે, જે હવે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયું છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે મોટી હોટલ્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વિમિંગ પૂલ હોય છે અને તે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર, પરંતુ સ્કાયપૂલ સૌથી અનોખો છે, કારણ કે તે જમીનથી 200 મીટરની ઊંચાઈ પર આવેલો છે.

360 ડિગ્રીનો નજારો જોઇ શકાય

દુનિયાના સૌથી ઊંચા સ્વિમિંગ પુલને Aura Skypool Infinity Pool નામ આપવામાં આવ્યું છે.આ પ્રકારનો આ પહેલો સ્વિમિંગ પૂલ છે, જે આટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે. કહેવાય છે કે અહીંથી 360 ડિગ્રીનો નજારો જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

360 degree view

પામ ટાવરના 50મા માળે બનાવાયો પુલ

રિપોર્ટ્સ અનુસાર, આ સ્વિમિંગ પૂલ પામ ટાવરના 50મા માળે બનાવવામાં આવ્યો છે. વાસ્તવમાં, દુબઈના પામ જુમેરાહ આઇલેન્ડ પર એક આસમાન ઉંચી ઇમારત બનાવવામાં આવી છે, જેનું નામ પામ ટાવર છે.

Aura Skypool Infinity Pool

ત્રણ અલગ-અલગ સેશનમાં બૂકિંગ

આ સ્વિમિંગ પૂલ 750 ચોરસ મીટર લાઉન્જ સ્પેસમાં બનાવવામાં આવ્યો છે. અહીં આવીને લોકો 200 મીટરની ઊંચાઈએ નહાવાની મજા માણી શકે છે અને નહાતી વખતે દુબઈનો સુંદર નજારો પણ જોઈ શકે છે. અહીં આવવા માટે લોકો ત્રણ અલગ-અલગ સેશન બુક કરી શકે છે, પહેલા સવારના સેશનમાં, બીજું સૂર્યાસ્ત દરમિયામ અને ત્રીજુ સમગ્ર દિવસની દરમિયાન.

સ્વિમિંગ પુલની ઉપર પર 2 ફલોર

અહીં મુલાકાત લેવા માટે અલગ-અલગ દર રાખવામાં આવ્યા છે, જે 3000 રૂપિયાથી 8000 રૂપિયા સુધી શરૂ થઈ શકે છે. ખાસ વાત એ છે કે સ્વિમિંગ પૂલની ઉપર બે માળ પણ બનાવવામાં આવ્યા છે, જ્યાંથી મુલાકાતીઓ નીચેનો નજારો માણી શકે છે.

આ ઉપરાંત અહીં સેન્ટ રેજીસ નામની હોટેલ પણ છે, જેમાં કુલ 300 રૂમ છે, જ્યાં મુલાકાતીઓ આરામથી રહી શકે છે. સવારે 10 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી અહીં રહેતા લોકો માટે સ્વિમિંગ પૂલ ખોલવામાં આવે છે. તો જો તમે પણ હવામાં લટકતા નહાવાની મજા લેવા માંગતા હોવ તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.

 

આ પણ વાંચોઃ IND vs NZ: કાનપુર ટેસ્ટમાં મળેલો મોકો કેએસ ભરત લોટરીમાં પલટી શકે છે, રિદ્ધીમાનને ઇજા કમનસિબીમાં બદલાઇ શકે છે!

આ પણ વાંચોઃ WTO : કોવિડના નવા સ્ટ્રેનની વધતી ચિંતા વચ્ચે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું સંમેલન સ્થગિત

Published On - 12:43 pm, Sat, 27 November 21

Next Article