AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AMAZING TALENT: એવા લોકો જેમણે પોતાની જીંદગીમાં હાર ન માની અને જીવન જીવવાની નવી કળા શીખી

'મન હોય તો માળવે જવાય' અને વ્યક્તિ ઈચ્છે તો તેના માટે કઈ પણ અસંભવ નથી. આ જ કહેવતને સાચી કરીને બતાવી છે કેટલાક લોકોએ જે ભલે શરીરથી દિવ્યાંગ હોય, પરંતુ મક્કમ મને તેમણે દરેક પડકારોનો સામનો કર્યો

AMAZING TALENT: એવા લોકો જેમણે પોતાની જીંદગીમાં હાર ન માની અને જીવન જીવવાની નવી કળા શીખી
બંને હાથ ન હોવા છતાં ક્યારેક હાર નહીં માની
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2021 | 10:41 PM
Share

AMAZING TALENT: દુનિયામાં બે પ્રકારના લોકો જોવા મળે છે એક એ કે જેમને હંમેશા ફરિયાદો કરવી હોય છે અને એક એ લોકો કે જેઓ બધી સમસ્યાઓનો સામનો કરીને પોતાનું લક્ષ્ય મેળવે છે. તમને કહેવત તો ખબર જ હશે કે ‘મન હોય તો માળવે જવાય’ અને વ્યક્તિ ઈચ્છે તો તેના માટે કઈ પણ અસંભવ નથી. આ જ કહેવતને સાચી કરીને બતાવી છે પગથી કેરમ રમતા એક છોકરાએ.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચાર લોકો કેરમ રમી રહ્યા છે અને આ ચાર છોકરાઓમાંથી એકના બંને હાથ નથી તેમ છતા તેના ચહેરા સ્મિત છે. ઉદાસ થઈને બેસવાની જગ્યાએ તેણે જિંદગી જીવવાની કળા શીખી લીધી છે. આ છોકરો પોતાના પગથી ખૂબ જ શાનદાર રીતે કેરમ રમે છે. વીડિયોમાં જોવા મળતી આ છોકરાની કળાને જોઈને લોકો પ્રભાવિત થઈ રહ્યા છે તો હવે સૌથી પહેલા તમે આ વીડિયો જુઓ.

https://twitter.com/rupin1992/status/1409164298341928963?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1409164298341928963%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fboy-playing-carrom-board-with-his-feet-video-goes-viral-on-social-media-713894.html

થોડા દિવસો પહેલા આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો, જેમાં એક વ્યક્તિના બંને હાથ ન હોવા છતાં તે લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહ્યો હતો. આ વીડિયોને જોઈને લોકોએ આ ફોટોગ્રાફરના ખૂબ વખાણ કર્યા હતા.

વાયરલ વીડિયો એક લગ્ન પ્રસંગનો છે. વીડિયોમાં દેખાતા આ ફોટોગ્રાફર પોતાના બંને હાથોથી દિવ્યાંગ (Disable Photographer) છે. તેમના હાથ ન હોવા છતા તેઓ લગ્નમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી રહ્યા છે. પોતાના કામ દરમિયાન તેમના પર કોઈનો ફોન આવતા તેઓ ફોન રિસીવ પણ કરે છે અને વાત કરીને ફરીથી પોતાના કામે લાગી જાય છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ બંને વીડિયોને જોતા એક વાત સમજમાં આવે છે કે જો તમારી પાસે કળા અને હુનર છે તો તમને કોઈ પણ પરિસ્થિતી રોકી નથી શકતી. જીવનમાં ગમે તેટલી મોટી મુસીબત આવે તમે તેનાથી બહાર નીકળીને જીંદગી જીવવાનો નવો રસ્તો શોધી શકો છો.

આ પણ વાંચો – કોવિશીલ્ડ વેક્સિન લેનારાને યુરોપમાં નો એન્ટ્રી, વેક્સિન પાસપોર્ટમાં કોવિશીલ્ડને માન્યતા નહીં

g clip-path="url(#clip0_868_265)">