મેઘાલયમાંથી મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા, જાણો વિગત

|

May 05, 2021 | 4:58 PM

મેઘાલયનાના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

મેઘાલયમાંથી મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકા, જાણો વિગત
File Image

Follow us on

મેઘાલયના પશ્ચિમ ખાસી હિલ્સ જિલ્લા નજીકના એક વિસ્તારમાંથી 10 કરોડ વર્ષ પૂર્વેના સોરોપોડ ડાયનાસોરના હાડકાંના અવશેષો મળી આવ્યા છે. જો કે સંશોધનકારોના તારણો હજી પ્રકાશિત કરવામાં આવ્યા નથી.

ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વક્ષણ (જીએસઆઈ) ના સંશોધકોએ આ સ્થળની તેમની તાજેતરની મુલાકાત પછી આ તારણ કાઢ્યું હતું. જીએસઆઇ સંશોધનકારોએ નોંધ્યું હતું કે આ પ્રથમ વખત છે કે સંભવત: ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના અવશેષો મળી આવ્યા છે.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, જાણો કયા રાજ્ય પાસેથી શીખ લેવાનું કહ્યું દિલ્હીને

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સોંરોપોડની લાંબી ગરદન, લાંબી પૂંછડી, બાકીના શરીર કરતાં માથું ટૂંકુ, ચાર જાડા અને થાંભલા જેવા પગ હોતા હતા. તેમણે જણાવ્યું હતું કે મેઘાલય ભારતનું પાંચમું રાજ્ય છે જ્યાં આ મળી આવ્યું છે. ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને તામિલનાડુ પછી પૂર્વોત્તર રાજ્ય છે જ્યાં ટાઇટોનોસોરીયન મૂળના સોરોપોડના હાડકાં મળી આવ્યા છે.

જીએસઆઈના પેલેઓનોલોજી વિભાગના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી અરિંદમ રાયે જણાવ્યું હતું કે મેઘાલયમાં જીએસઆઈને 2001 માં પણ ડાયનાસોરના હાડકાં મળી આવ્યા હતા, પરંતુ તેમની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની વર્ગીકરણ ઓળખ શક્ય નહોતી. તેમણે માહિતી આપી હતી કે આ વખતે જે હાડકાંની ઓળખ કરવામાં આવી ટે 2019-2020 અને 2020-21માં મળી આવ્યા હતા, જે આશરે 100 મિલિયન વર્ષ જૂનો હોવાનો અંદાજ છે.

મળેલી માહિતી અનુસાર હમણા મળેલા અવશેષો પર રિસર્ચ ચાલુ છે.

આ પણ વાંચો: શાનદાર યોજના: દરરોજની માત્ર 177 રૂપિયાની બચત, તમને 45 વર્ષની ઉંમરે બનાવી દેશે કરોડપતિ

આ પણ વાંચો: ખાસ વાંચો: કેમ હાર્ટ એટેકથી મરી રહ્યા છે કોરોના પોઝિટિવ લોકો? જાણો લક્ષણ અને ઉપાય

Next Article