લો કરો વાત! ફળની છાલમાંથી બનાવેલી દીધો ઘા પર લગાવવાનો પાટો, સસ્તો, સલામત અને અસરકારક

|

Sep 28, 2021 | 5:01 PM

ફળની છાલમાંથી હાઇડ્રોજેલ્સ તૈયાર કરીને વૈજ્ઞાનિકોએ એક પાટો તૈયાર કર્યો છે જે ઇજાઓ અને ઘા પર સામાન્ય પાટા કરતાં વધુ આરામદાયક છે. આ પાતો ઘાને ભેજયુક્ત અને ઠંડો રાખે છે.

લો કરો વાત! ફળની છાલમાંથી બનાવેલી દીધો ઘા પર લગાવવાનો પાટો, સસ્તો, સલામત અને અસરકારક
scientists makes antibacterial bandages from fruit leftovers says can convert Soybean into Bandage to treat wound

Follow us on

મોટેભાગે, ઈજા, ઘા અને ચોળાઈ જવું વગરે ઈજામાં શરીર પર પાટાપીંડી કરવી જરૂરી બને છે. આ કિસ્સામાં સામાન્ય રીતે મેડીકલ પાટા, હેન્ડિપ્લાસ્ટ્સ, બેન્ડેજ વગેરેનો ઉપયોગ થાય. સાથે એન્ટીબેક્ટેરિયલ દવાઓનો ઉપયોગ પાટા સાથે પણ થાય છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ફળોની છાલમાંથી આવી પટ્ટી તૈયાર કરી છે, જે એન્ટીબેક્ટેરિયલ પાટા જેવી જ છે.

સિંગાપોરની નાન્યાંગ ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ નકામી છાલમાંથી એન્ટીબેક્ટેરિયલ પાટો બનાવ્યો છે. ફળની છાલમાંથી બનાવેલ પાટો વ્યાજબી તેમજ સલામત છે. વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે સોયાબીન અને નકામા અનાજમાંથી પણ આવી પટ્ટીઓ બનાવી શકાય છે.

ડ્યુરિયન ફળની છાલ

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સિંગાપોર સ્થિત NTU ના સંશોધકોએ પહેલા બાકી રહેલા ડ્યુરિયન (Durian) ફળની છાલમાંથી સેલ્યુલોઝ પાવડર કાઢ્યો અને પછી તેને એન્ટીબેક્ટેરિયલ સ્ટ્રીપ્સમાં રૂપાંતરિત કર્યો. આ કરવા માટે, વૈજ્ઞાનીકોએ પહેલા તેની છાલ સૂકવી અને પછી તેને ગ્લિસરોલમાં મિશ્રિત કરી. હવે આ મિશ્રણમાંથી સોફ્ટ હાઇડ્રોજેલ તૈયાર કરવામાં આવી હતી અને પછી તેને કાપીને એન્ટીબેક્ટેરિયલ પાટો તૈયાર કરવામાં આવ્યો હતો.

છાલનો યોગ્ય ઉપયોગ

NTU માં ફૂડ એન્ડ સાયન્સ પ્રોગ્રામના ડિરેક્ટર પ્રોફેસર વિલિયમ ચેને ડોઇશ વેલેને કહ્યું, “સિંગાપોરમાં લોકો દર વર્ષે લગભગ 12 મિલિયન ડ્યુરિયન ખાય છે. આ ફળ ખાઈ શકાય છે, પરંતુ છાલ અને બીજ નકામા બની જાય છે. તેમના વિશે કશું કરી શકતા નથી. તેઓ માત્ર પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, આ છાલમાંથી એન્ટીબેક્ટેરિયલ પાટો તૈયાર કરવો વધુ સારું છે.

નકામા પદાર્થમાંથી પાટો બનાવી શકાય છે

અડધાથી વધુ ભાગ આ ફળમાં છાલનો હોય છે. ફળનો અંદરનો ભાગ ખાધા પછી છાલ ફેંકી દેવામાં આવે છે અને તે ભીનો કચરો બની જાય છે. તેઓ પર્યાવરણ માટે જોખમી છે. પ્રોફેસર વિલિયમની ટીમે સમાન છાલનો હકારાત્મક રીતે ઉપયોગ કર્યો. ચેન સમજાવે છે કે તેમણે શોધેલી ટેક્નોલોજીથી સોયાબીન અને અનાજ જેવી અન્ય ખાદ્ય ચીજોને પણ હાઇડ્રોજેલમાં રૂપાંતરિત કરી શકે છે.

વ્યાજબી, સલામત અને અસરકારક

હાઇડ્રોજેલ્સ તૈયાર કરીને વૈજ્ઞાનિકોએ જે પાટો તૈયાર કર્યો છે તે ઇજાઓ અને ઘા પર સામાન્ય પાટા કરતાં વધુ આરામદાયક છે. આ પાતો ઘાને ભેજવાળો અને ઠંડો રાખે છે. અને ઘાને ઝડપથી રૂઝાવે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ખાદ્ય કચરો અને આથોમાંથી પટ્ટીપ બનાવવી સામાન્ય સ્ટ્રીપ્સ બનાવવા કરતાં સસ્તું છે. ચાંદી, તાંબુ જેવી ધાતુઓનો ઉપયોગ સામાન્ય પાટામાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો માટે થાય છે, જે ખર્ચાળ સાબિત થાય છે. પરંતુ આ પાટો આર્થિક રીતે વ્યાજબી છે. સાથે સલામત તેમજ અસરકારક છે.

 

આ પણ વાંચો: Health : જાણો કયા લોકોએ બીટરૂટથી દૂર રહેવાની છે જરૂર, કોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે

આ પણ વાંચો: Health : આ સાત સંકેતો જે તમને કહેશે કે તમે કેટલા સ્વસ્થ છો ?

Next Article