મૃત સમજીને કરી દીધો હતો અગ્નિસંસ્કાર, 9 દિવસ બાદ ઘરે આવ્યો વ્યક્તિ તો મચી ગયો હાહાકાર

ઔંકારલાલના ત્રણ પુત્રોએ પરંપરાગત મુંડન પણ કરાવી દીધું. અંતિમવિધિના નવ દિવસ પછી, ઔંકારલાલ અચાનક ઘરે પરત ફર્યો, નાનો પુત્ર તેમને જોઈને ગભરાઇ ગયો અને ત્યાંથી ભાગી ગયો.

મૃત સમજીને કરી દીધો હતો અગ્નિસંસ્કાર, 9 દિવસ બાદ ઘરે આવ્યો વ્યક્તિ તો મચી ગયો હાહાકાર
જીવતા ઘરે આવતા હાહાકાર મચી ગયો
Follow Us:
| Updated on: May 25, 2021 | 5:55 PM

રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. ઘટના એવી બની છે કે તમને પણ માન્યામાં નહીં આવે. જેને મૃત સમજીને પરિવારના લોકોએ અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો, તે વ્યક્તિ 9 દિવસ બાદ ઘરે પાછો આવ્યો. આ વ્યક્તિનું નામ છે ઔંકારલા. આ ઘટના ઘટતા ચારે તરફ હાહાકાર મચી ગયો હતો. હવે પોલીસ પ્રશાસન પાસે પણ જવાબ નથી કે આખરે જેની અંતિમ ક્રિયા કરવામાં આવી તે કોણ હતું?

વાત જાણે એમ છે કે પરિવારને જે દેહ આપવામાં આવ્યો તે લાવારિસ લાશનું પોસ્ટમોર્ટમ સુધી હાથ ધરવામાં આવ્યું ન હતું. અને ના કોઈ વિગત રાખવામાં આવી હતી. આ કેસ રાજસમંદ જિલ્લા મથકનો છે, જ્યાં ગાડોલીયા લુહારના પરિવારો વર્ષોથી રસ્તાની આજુબાજુ રહે છે.

લાવારિસ લાશનો કરી દીધો અંતિમ સંસ્કાર

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

થોડાક દિવસ પહેલા 12 મેના રોજ પોલીસને રોસ સાઈડથી દાવા વગરની લાશ મળી હતી. જેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઔંકારલાલના ભાઈએ ત્રણ દિવસ બાદ આ લાશની ઓળખ પોતાના ભાઈ તરીકે કરી હતી. પોલીસે પણ વગર પોસ્ટમોર્ટમ કરે લાશ પરિવારના લોકોને આપી દીધી. 15 મેના રોજ પરંપરાગત રીતે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો.

ત્રણ પુત્રોએ મુંડન પણ કરાવી દીધું

ઔંકારલાલના ત્રણ પુત્રોએ પરંપરાગત મુંડન પણ કરાવી દીધું. અંતિમવિધિના નવ દિવસ પછી, ઔંકારલાલ અચાનક ઘરે પરત ફર્યો, નાનો પુત્ર તેમને જોઈને ગભરાઇ ગયો અને ત્યાંથી ભાગી ગયો. પત્ની ઔંકારલાલને ઓળખી જાય છે. અને તેને નવડાવીને નવા કપડા પહેરાવે છે. ઔંકારલાલને જીવતો જોઇને પરિવાર ખુબ ખુશ થઈ જાય છે. પરંતુ વાત હવે પોલીસની કાર્યવાહી પર આવી જાય છે. પોલીસ કહે છે કે જે મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો તેનું પરિવારની વિનંતી પર પોસ્ટમોર્ટમ કરાયું ન હતું. હવે ફોટો જ તેની ઓળખનો આધાર છે, જેના પ્રયત્નો થઈ રહ્યા છે.

ઉદયપુરની હોસ્પિટલમાં હતો દાખાલ

ઔંકારલાલે જણાવ્યું કે તે 12 મેના રોજ ઉદયપુર ગયો હતો. ત્યાંની તબિયત લથડતાં તેણે મહારાણા ભૂપાલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું. વધારે દારૂ પીવાને કારણે તેને લીવરની બીમારી હતી. તેને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યારે તે સ્વસ્થ હતો, ત્યારે તેને ત્યાંથી રજા આપવામાં આવી હતી અને તે ઘરે પાછો ફર્યો. ઘરે જોયું કે તેની તસવીરની સામે માળા હતી. ત્રણેય પુત્રોએ મુંડન કરી લીધું હતું અને નાનો પુત્ર તેને ભૂત સમજીને ભાગી ગયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">