Viral Video: લગ્નમાં ફૂલ ઉછળવાની જગ્યાએ આ વ્યક્તિએ બદલી દીધો રિવાજ, કરી દીધો રૂપિયાનો વરસાદ

|

Jul 21, 2021 | 10:16 AM

એક ઇવેન્ટ પ્લાનર દ્વારા એક લગ્ન સમારંભનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મહેમાનો પર નોટનો વરસાદ કરે છે.

Viral Video: લગ્નમાં ફૂલ ઉછળવાની જગ્યાએ આ વ્યક્તિએ બદલી દીધો રિવાજ, કરી દીધો રૂપિયાનો વરસાદ
Money man showering cash on wedding guests

Follow us on

પશ્ચિમના દેશોમાં જોવા એક અનોખો રિવાજ જોવા મળે છે જેને ફ્લાવર ગર્લ (Flower Girl) તરીકે ઓળખવામાં આવે છે. આ રિવાજમાં કન્યા ફૂલ સાથે ચાલતી હોય છે. આ સાથે પરંપરાગત સંગીત પણ વાગતું હોય છે. આ બાદ તે રિવાજ મુજબ ફૂલ ઉછાળે છે. અને મહેમાન આ બધું જોઈ રહ્યા હોય છે. પરંતુ તાજેતરમાં એક વાયરલ વિડીયોમાં આ રિવાજ કંઇક અલગ જોવા મળ્યો. જેમાં ફ્લાવર ગર્લની જાગ્યાએ મની મેને (Monery) લોકોના દિલ જીતી લીધા.

લાસ વેગાસના ઇવેન્ટ પ્લાનર દ્વારા એક લગ્ન સમારંભનો વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જે હવે ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં દાઢીવાળો એક માણસ કન્યાની સામે ચાલતો ચાલતો આવે છે. આ દરમિયાન તે ફૂલની જગ્યાએ રૂપિયાની નોટોનો વરસાદ કરે છે. એટલું જ નહીં તે કેટલાક મહેમાનોને રોકડ બંડલ પણ આપે છે.

આ વિડીયોના કેપ્શનમાં વેડિંગ પ્લાનરે લખ્યું છે કે, “કારણ કે જ્યારે તમે મની મેન રાખી શકો તો ફ્લાવર ગર્લની જરૂર કોને છે.”

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

https://www.youtube.com/watch?v=Eds9q9mdSxA

આ વિડીયોમાં મનીમેન એકદમ આરામથી ચાલે છે. તેને જોઇને પહેલા તો મહેમાનો આશ્ચર્યચકિત થઇ જાય છે. બાદમાં તે ધીરે ધીરે આગળ આવે છે અને પૈસાનો વરસાદ કરે છે. વિડીયો જોતે ટે સ્પષ્ટ નથી થતું કે આ મની મેન પરણી રહેલા યુગલનો સબંધી હતો કે નહીં.

વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે, જેમાં અત્યાર સુધી 25 મિલિયનથી વધુ વ્યૂઝ, 25 મિલિયન લાઇક્સ અને 12,000 કોમેન્ટ્સ આવી ગઈ છે સાથે મેળવે છે.

આ વિડીયોમાં એક યુઝરે લખું કે, “ત્યાં બેસેલા લોકો પૈસા ઉઠાવી કેમ નથી લેતા?” જ્યારે અન્ય એક યુઝારે લખ્યું કે, “હું હોત તો રેકોર્ડિંગ છોડીને એક એક નોટ ઉઠાવી લેત.”

આ ઉપરાંત ત્રીજા યુઝરે કહ્યું કે, “હું મારી સીટથી ઉભો થઈને એક એક નોટ ઉપાડવાનું શરુ કરી દેત. આ લોકો ત્યાં બેઠા કેમ છે?” તો અન્ય એક વપરાશકર્તાએ લખ્યું કે “છેવટે મારી સામાજિક ચિંતા દુર થઇ ગઈ. હવે હું લગ્નોમાં જવાનું શરુ કરી દઈશ.”

 

આ પણ વાંચો: Indian Idol ના હોસ્ટ આદિત્યએ હોસ્ટિંગ છોડવાનો લીધો મોટો નિર્ણય, કહ્યું ‘હવે આ કામ કરવાનો સમય આવી ગયો છે’

આ પણ વાંચો: હિરોઈન બનવા આવેલી યુવતીઓને આ રીતે ફસાવતો હતો રાજ કુંદ્રા, રાજ અને બનેવી પ્રદીપ આખા કૌભાંડના માસ્ટરમાઈન્ડ!

Next Article