અમેરિકામાં ખુબ જ કઠીન હોય છે સૈન્યની તાલિમ, મૂળ ગુજરાતની દેવકી ઝાલાએ સૈન્ય તાલિમના વર્ણાવ્યા અનુભવ

|

Sep 23, 2020 | 12:23 PM

અમેરિકામાં સૈન્યમાં ફરજ બજાવવી એ ગર્વની વાત ગણાય છે. અમેરિકામાં જ સ્થાયી થયેલ મૂળ ગુજરાતી પરીવારની દેવકીબા ઝાલાએ અમેરિકાની સૈન્ય તાલિમ પૂરી કરી છે. સૈન્ય તાલિમ મેળવવાના ગર્વની વાત સાથે દેવકીબા ઝાલાએ સૈન્ય તાલિમના અનુભવો સોશિયલ મીડિયા થકી જણાવ્યા છે. અમેરિકામાં સૈન્ય તાલિમ ખુબ જ કઠીન હોય છે. ગણતરીની મિનીટમાં જ બધુ કામ પૂર્ણ કરવાનો […]

અમેરિકામાં ખુબ જ કઠીન હોય છે સૈન્યની તાલિમ, મૂળ ગુજરાતની દેવકી ઝાલાએ સૈન્ય તાલિમના વર્ણાવ્યા અનુભવ

Follow us on

અમેરિકામાં સૈન્યમાં ફરજ બજાવવી એ ગર્વની વાત ગણાય છે. અમેરિકામાં જ સ્થાયી થયેલ મૂળ ગુજરાતી પરીવારની દેવકીબા ઝાલાએ અમેરિકાની સૈન્ય તાલિમ પૂરી કરી છે. સૈન્ય તાલિમ મેળવવાના ગર્વની વાત સાથે દેવકીબા ઝાલાએ સૈન્ય તાલિમના અનુભવો સોશિયલ મીડિયા થકી જણાવ્યા છે.

અમેરિકામાં સૈન્ય તાલિમ ખુબ જ કઠીન હોય છે. ગણતરીની મિનીટમાં જ બધુ કામ પૂર્ણ કરવાનો અઘરો લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે. જો કોઈ નિયત સમય મર્યાદામાં એ તાલિમ પૂરી ના કરે તો તેની સજા સમગ્ર ટીમને ભોગવવી પડતી હોવાની વાત મૂળ ગુજરાતી એવા દેવકીબા ઝાલાએ જણાવી છે.


દેવકીબાએ પૂર્ણ કરેલ સૈન્ય તાલિમ અંગે જણાવ્યું છે કે, આ તાલિમ બહુ અઘરી હોય છે. ત્રણ મહિના સુધીની આ કઠીન તાલિમ લેવી પડે છે. જેમાં ક્રોલિગ, ચાલવાનું, દોરડા ઉપર લટકીને સરકવા જેવી તાલિમ લેવાની હોય છે. તો રેતાળ અને ખાડાટેકરા જેવા રસ્તાઓ ઉપર 65 પાઉન્ડ વજન સાથે 10 માઈલ સુધી ચાલવાની આકરી તાલિમ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અમેરિકામાં સૈન્ય તાલિમ દરમિયાન ગેસ ચેમ્બરમાં માસ્ક ધારણ કરીને પણ તાલિમ આપવામાં આવે છે. તો દોરડા ઉપર લટકીને ખુબ ઉંચાઈ પરથી નીચે ઉતરવા ઉપરાંત રોજબરોજ અવનવી રાઈફલ દ્વારા ચોક્કસ નિશાન ઉપર ગોળીબાર કરવાની તાલિમ પણ આપવામાં આવે છે. સૈન્ય તાલિમ દરમિયાન પુશ અપ્સ, દોડવા સહીતની શારીરિક કસરત વડે શરીરને ચુસ્ત રાખવામાં આવે છે.

દેવકીબાએ સૈન્ય તાલિમ દરમિયાન એ પણ વર્ણાવ્યું છે કે, માત્ર ત્રણ જ મિનીટમાં ભોજન આરોગવુ પડતુ હોય છે. માત્ર સાત મિનીટમાં સ્નાન કરીને સૈન્ય સરંજામ સાથે તૈયાર થઈ જવુ પડતુ હોય છે. જો નિયત સમય મર્યાદામાં તમે આ કામગીરી ના કરી શકો તો તેના માટે શિક્ષા ભોગવવા તૈયાર રહેવું પડે. ખાસ કરીને 150 પુશઅપ્સ કરવાના હોય.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ દેવકીબા ઝાલાને અમેરિકાના સૈન્ય તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને ગુજરાતીઓ સૈન્યમાં ઓછુ જવુ પસંદ કરતા હોય છે ત્યારે ગુજરાતની દિકરીએ સૈન્યમાં જોડાઈને ગુજરાતની નવી પેઢીની દિકરી માટે પ્રેરણા પૂરી પાડવાની વાત કરીને, વિજય રૂપાણીએ દેવકીબાના માતા અને પિતાને પણ અભિનંદન આપ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 12:11 pm, Wed, 23 September 20

Next Article