Maharashtra: મોટી બહેનની છેડતી કરનારાઓને નાની બહેને ભણાવ્યો પાઠ, લોકોએ કરી સરાહના

|

Jun 27, 2021 | 6:21 PM

Maharashtra: બે બાઈકસવાર યુવકને છોકરીની છેડતી કરવી ભારે પડી. મોટી બહેનની છેડતી થતા નાની બહેને યુવકને ધોઇ નાખ્યો.

Maharashtra:  મોટી બહેનની છેડતી કરનારાઓને નાની બહેને ભણાવ્યો પાઠ, લોકોએ કરી સરાહના
યુવકને મારતી નાની બહેન

Follow us on

Maharashtra:  મહારાષ્ટ્રાના ઔરંગાબાદમાં (Aurangabad) બે યુવકોને રસ્તા પર એક છોકરીની છેડતી કરવી ભારે પડી ગઈ. પીડિત છોકરી યુવકોની હરકતોથી ડરી ગઈ. પરંતુ તેની નાની બહેને મર્દાની બનીને તેમને પાઠ ભણાવ્યો. જેની લોકો સરાહના કરી રહ્યા છે. આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

 

મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરના સુતગિરની ચોક પાસેથી નીકળી રહેલી એક છોકરીને બાઈક સવાર બે યુવકોએ રોકી. આરોપી યુવકોએ છોકરીની છેડતી ચાલુ કરી દીધી. યુવકોની આ હરકતના કારણે છોકરી ખૂબ જ ખરાબ રીતે ડરી ગઈ. આ સમયે પીડિત છોકરીની એક નાની બહેન ત્યા પહોંચી ગઈ.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

 

પીડિતાની નાની બહેને ડર્યા વગર આરોપી યુવકોને પાઠ ભણાવ્યો. નાની બહેને રસ્તા પર યુવકોને મારવાનું શરુ કર્યુ. છોકરીનો ગુસ્સો જોઈ યુવકોનો પરસેવો છૂટી ગયો. એક આરોપી તો પોતાનું બાઈક મૂકીને ભાગી ગયો. જ્યારે બીજાને છોકરીએ પકડી લીધો અને ગરદન પકડીને તેને ધોઈ નાખ્યો.

 

આ દરમિયાન ઘટનાસ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. કેટલાક લોકોએ આ આખી ઘટનાનો વીડિયો બનાવી લીધો જે સોશિયલ મીડિયામાં હવે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં છોકરીના સાહસને જોઈ લોકો હેરાન છે. સોશિયલ મીડિયા યૂઝર્સ નાની બહેનના ખૂબ વખાણ કરી રહ્યા છે. કોઈ તેને મર્દાની કઈ રહ્યુ છે તો કોઈ ઝાંસીની રાણી કહી રહ્યું છે.

 

આ પણ વાંચો: સારા સમાચાર : ઝાયડસ કેડીલાની બાળકોની રસીનું ટ્રાયલ લગભગ પૂરું, જાણો ક્યારથી શરૂ થશે બાળકોનું રસીકરણ

 

આ પણ વાંચો: Gujarat : રસીની અછત મુદ્દે નાયબ મુખ્યપ્રધાનનું સ્પષ્ટીકરણ, ગુજરાતમાં આપ પક્ષની કોઇ નોંધ પણ લેતું નથી

Next Article