એક એવું ફળ કે જે સામે આવતા જ નાળા કે મોજામાંથી આવે તેવી તીવ્ર દુર્ગંધ ફેલાવે છે, છતાં લોકો ખાવા માટે લલચાય છે, કિંમત છે 35,730 રૂપિયા

એક એવું ફળ કે જે સામે આવતા જ નાળા કે મોજામાંથી આવે તેવી તીવ્ર દુર્ગંધ ફેલાવે છે, છતાં લોકો ખાવા માટે લલચાય છે, કિંમત છે 35,730 રૂપિયા

સમગ્ર દક્ષિણ એશિયામાં આ ફળને કિંગ ઑફ ફ્રૂટ્સ (King Of Fruits)ના નામે ઓળખવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ દુનિયાનું સૌથી દુર્ગંધ મારતું ફળ છે, પણ તે સૌથી મોંઘુ છે. તેની કિંમત જાણીને ચોંકી જશો આપ. આ ફળનો સ્વાદ ગંદા નાળા કે પછી ગંદા મોજામાંથી આવતી વાસ હોવા છતાં મીઠો છે. આ ફળનું […]

TV9 Web Desk

|

Feb 03, 2019 | 9:56 AM

સમગ્ર દક્ષિણ એશિયામાં આ ફળને કિંગ ઑફ ફ્રૂટ્સ (King Of Fruits)ના નામે ઓળખવામાં આવે છે.

આશ્ચર્યની વાત એ છે કે આ દુનિયાનું સૌથી દુર્ગંધ મારતું ફળ છે, પણ તે સૌથી મોંઘુ છે. તેની કિંમત જાણીને ચોંકી જશો આપ.

આ ફળનો સ્વાદ ગંદા નાળા કે પછી ગંદા મોજામાંથી આવતી વાસ હોવા છતાં મીઠો છે. આ ફળનું નામ છે ડ્યૂરિયન ફળ (Durian Fruit) નામથી જાણીતા આ ફળની કિંમત 71000 રૂપિયા સુધી છે. ઇંડોનેશિયામાં આ ફળની કિંમત 500 ડૉલર એટલે કે 35,730 રૂપિયા છે.

ડ્યૂરિયન ફળની સૌથી ખાસ વાત એ છે કે તે દુનિયાનો સૌથી દુર્ગંધ મારતું ફળ છે. જે પણ સ્ટોર પર આ વેચાય છે, ત્યાં અલગથી કાંચના બૉક્સમાં સૅટિનના કપડા પર તેને રાખવામાં આવે છે. લોકોમાં આ ફળનો એટલો ક્રૅઝ છે કે લોકો તેની સાથે સેલ્ફી ક્લિક કરાવડાવે છે.

જે-ક્વીન બ્રાંડના ડ્યૂરિયન ફ્રૂટને સૌથી સારું ગણવામાં આવે છે. તેથી જ તે બહુ મોંઘું પણ છે. જે સુપર માર્કેટમાં આ ફળ રાખવામાં આવ્યું છે, તેના મૅનેજરનું કહેવું છે કે જે લોકોને આ ફળ બહુ ગમે છે, તેઓ પોતાનું નામ ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. કોઈ તેના શેપ, તો કોઈ તેની બદબૂને લઈને વાત કરે છે, તો કેટલાક લોકો 70 હજાર રૂપિયામાં આવતી વસ્તુઓથી તેની સરખામણી કરે છે, પણ ઇંસ્ટાગ્રામ યૂઝર્સ વચ્ચે આ ફળ ખૂબ લોકપ્રિય છે. તેઓ આ ફળના ફોટોસ અને વીડિયોસ શૅર કરતા રહે છે.

નોંધનીય છે કે આ ખાસ ફળની ખ્યાતિ ઇંડોનેશિયામાં ઝડપથી ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેના પર પોતાનો ખાસ પ્રાઇસ ટૅગ આપી રહ્યા છે. લોકલ માર્કેટમાં લોકો આ ફળની એક ઝલક પામવા અને ફોટો પડાવવા માટે પહોંચી રહ્યા છે.

પશ્ચિમી જાવાના તસિકમાલ્યાના શોપિંગ સેંટરમાં હાલમાં આ ખાસ ફળ વેચાણ માટે આવ્યું છે કે જે જે ક્વીન નામે ઓળખવામાં આવી રહ્યું છે. આ ફળની કિંમત ઇંડોનેશિયાના લોકોના સરેરાશ પગાર કરતા વધારે છે.

[yop_poll id=1029]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati