15 ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન દેશને અપર્ણ કરવા જઈ રહ્યાં છે એટલી વજનદાર શ્રીમદ્ ભગવદગીતા જેના એક પાનું ફેરવવા માટે જરુર પડે છે 4 લોકોની, જો આખી ગીતાને ઉપાડવી હોય તો 5 જાપાની સુમો પહેલવાનની જરુર પડે!
વિશ્વભરમાં ભગવાન કૃષ્ણનો સંદેશ ફેલાવનારી સંસ્થા આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ-ઈસ્કોન દ્વારા વિશ્વની સૌથી મોટી ધાર્મિક પુસ્તક શ્રીમદ્ ભગવદગીતાનું નિર્માણ કરાયું છે અને જેને બનાવવામાં માટે ઈટલીના વિશેષજ્ઞોની મદદથી લેવી પડી હતી. ઈસ્કોન સંસ્થા દ્વારા એવી શ્રીમદ્ ભગવદગીતાનું નિમાર્ણ કરવામાં આવ્યું છે જેનું વજન 800 કિલો છે. આ શ્રીમદ્ ભગવદગીતાના લોકાપર્ણ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં […]
વિશ્વભરમાં ભગવાન કૃષ્ણનો સંદેશ ફેલાવનારી સંસ્થા આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ-ઈસ્કોન દ્વારા વિશ્વની સૌથી મોટી ધાર્મિક પુસ્તક શ્રીમદ્ ભગવદગીતાનું નિર્માણ કરાયું છે અને જેને બનાવવામાં માટે ઈટલીના વિશેષજ્ઞોની મદદથી લેવી પડી હતી.
ઈસ્કોન સંસ્થા દ્વારા એવી શ્રીમદ્ ભગવદગીતાનું નિમાર્ણ કરવામાં આવ્યું છે જેનું વજન 800 કિલો છે. આ શ્રીમદ્ ભગવદગીતાના લોકાપર્ણ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીના રોજ શ્રીમદ્ ભગવદગીતાને લોકાપર્ણ બાદ ત્યાં દિલ્હી ખાતેના ઈસ્કોન મંદિર ખાતે રાખવામાં આવશે. આ શ્રીમદ્ ભગવદગીતાના નિર્માણમાં સિન્થેટીક કાગળ, સોનું, ચાંદી અને પ્લેટીનમ જેવી વસ્તુંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ 800 કિલોગ્રામની શ્રીમદ્ ભગવદગીતાને બનાવવાનો કુલ ખર્ચ 1.5 કરોડ રુપિયા આવ્યો છે.
આ શ્રીમદ્ ભગવદગીતાનું નિમાર્ણ ભારતમાં નહીં પણ ઈટલી ખાતે કરવામાં આવ્યું છે ત્યાં ઈટલીમાં નિર્માણ બાદ 12 નવેમ્બરના દિવસે પ્રદર્શનમાં પણ આ ગ્રંથને રાખવામાં આવ્યો હતો. આ ગ્રંથની લંબાઈ 12 ફૂટ અને પહોળાઈ 9 ફૂટ છે.
આ શ્રીમદ્ ભગવદગીતાની અન્ય વિશેષતાઓ
-800 કિલોગ્રામની ભગવદ ગીતાને બનાવવામાં સોનું, ચાંદી અને પ્લેટીનમનો સમાવેશ -આ ગ્રંથમાં કુલ 670 પાનાઓ છે જેના એક પન્નાને ફેરવવા માટે 4 લોકોની જરુર પડે -નિર્માણમાં અઢી વર્ષનો સમયગાળો લાગ્યો – મુખ્યપૃષ્ઠના નિર્માણમાં ઉપગ્રહમાં વપરાતા કાર્બન ફાઈબરનો ઉપયોગ કરાયો
મુદ્રણનું કામ મિલાનના વિશેષજ્ઞોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. સુમો પહેલવાન જેનું વજન વિશ્વમાં સૌથી વધારે આંકવામાં આવે છે. સામાન્ય રીતે એક સુમો પહેલવાનનું વજન 148 કિલોગ્રામ હોય છે. આ રીતે જોવા જઈએ ગણતરી મુજબ 5 સુમો પહેલવાન સાથે મળે ત્યારે માંડ આ શ્રીમદ ભગવદગીતાને ઉપાડી શકે.
[yop_poll id=”948″]