નાગીમાં થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તીથીની ઉજવણી, શ્રી ગંગાનગર ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી તરબોળ થયુ

|

Dec 28, 2021 | 7:44 PM

સાધુવાલી કેન્ટોનમેન્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો, વીર નારીઓ, સેવા આપી રહેલા કર્મીઓ, નાગરિક મહાનુભાવો, મીડિયા કર્મીઓ અને સૈન્યના કર્મીઓના પરિવારજનોની ઉપસ્થિતિ જોવા મળી. 'ટ્વીલાઈટ વિથ બ્રેવ હાર્ટ્સ' સાથે જ નાગી દિવસ 2021 સંબંધિત તમામ કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો.

નાગીમાં થયેલા યુદ્ધની 50મી વાર્ષિક તીથીની ઉજવણી, શ્રી ગંગાનગર ગૌરવ અને દેશભક્તિની ભાવનાથી તરબોળ થયુ
Celebrating the 50th Anniversary of the Battle of Nagy

Follow us on

રાજસ્થાનના શ્રી ગંગાનગર (Shri Ganganagar)ના નાગીમાં થયેલા યુદ્ધ (War)ની 50મી વાર્ષિક તીથીની ઉજવણી કરવામાં આવી. યુદ્ધની 50મી વાર્ષિક તીથીની ઉજવણીના ઉપલક્ષ્યમાં 27 ડિસેમ્બર 2021ના રોજ સાધુવાલીમાં આવેલા સુદર્શન ચક્ર ડિવિઝન દ્વારા સાંસ્કૃતિક (Cultural) અને સંગીત સંધ્યા યોજવામાં આવી હતી. જેનાથી શ્રી ગંગાનગરનો સંપૂર્ણ માહોલ જાણે કે ગૌરવ અને દેશભક્તિ (Patriotism)ની ભાવનાથી તરબોળ થઈ ગયો હતો.

 

સાધુવાલી કેન્ટોનમેન્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં યુદ્ધના સેવા નિવૃત્ત જવાનો, વીર નારીઓ, સેવા આપી રહેલા કર્મીઓ, નાગરિક મહાનુભાવો, મીડિયા કર્મીઓ અને સૈન્યના કર્મીઓના પરિવારજનોની ઉપસ્થિતિ જોવા મળી. ‘ટ્વીલાઈટ વિથ બ્રેવ હાર્ટ્સ’ સાથે જ નાગી દિવસ 2021 સંબંધિત તમામ કાર્યક્રમોનો પ્રારંભ થયો હતો.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

પ્રેક્ષકો માટે આ કાર્યક્રમ ઘણો મનોરંજક હતો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેનારા ‘સોન-એટ-લુમિઅર’ લેસર લાઈટ શોના પ્રદર્શન સાથે તેનો પ્રારંભ થયો હતો. આ શો એક મલ્ટીમીડિયા પ્રદર્શન હતું, જેમાં નાગીમાં થયેલા યુદ્ધને દર્શાવતી ઑડિયો-વિઝ્યુઅલ પ્રસ્તૂતિ આપવામાં આવી હતી. તેજસ્વી પ્રકાશ અને સાઉન્ડ ઈફેક્ટ્સ સાથેના આ અદભૂત શોએ સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

 

 

સૈન્યના કૌશલ્યવાન જવાનો અને તેમના પરિવારજનો દ્વારા જાઝ બેન્ડથી આપવામાં આવેલી સંગીતપૂર્ણ અંજલીથી હવામાં લહેરાતા કર્ણપ્રિય સંગીત વચ્ચે રજૂ કરવામાં આવેલી ભાવનાત્મક પ્રસ્તૂતિઓ અને તાલબદ્ધ રજૂઆતોએ પ્રેક્ષકોને દિલસ્પર્શી સંગીત સફર કરાવી હતી. જેમાં રાષ્ટ્રીય ઉત્સાહનું નિરૂપણ કરવાની સાથે સાથે નાગીમાં થયેલા યુદ્ધમાં સર્વોચ્ચ બલિદાન આપનારા વીર નાયકોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

 

 

ફોરએવર વિક્ટોરિયસ બ્રિગેડ દ્વારા રજૂ કરવામાં આવેલા પાઈપ બેન્ડના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ત્યાર પછી શીખ સૈનિકો દ્વારા ગટકાના પરંપરાગત માર્શલ આર્ટ પ્રદર્શન અને ભારતીય સેનાના ગોરખાઓ દ્વારા ખુકરી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. નાગી દિવસ રાષ્ટ્રીય એકીકરણ અને શ્રી ગંગાનગરના લોકો તેમજ ભારતીય સૈન્ય વચ્ચેના મિત્રતાના ગાઢ બંધનને દર્શાવે છે.

 

 

આ વર્ષે ભારતમાં પરંપરાગત ઉત્સાહ સાથે 1971ના ઐતિહાસિક યુદ્ધમાં ભારતના વિજયના 50 વર્ષ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ તરીકે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. નાગી દિવસે પાકિસ્તાને 16 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધવિરામની ઘોષણા કર્યા પછી નાગીમાં વિશ્વાસઘાતથી ભારતીય વિસ્તાર પર કબજો કર્યો હતો.

 

25/26 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય સૈન્યએ કરેલી કાર્યવાહીના દિવસનું પ્રતીક છે. આ સમયે નાગી પશ્ચિમી મોરચે થયેલી સૌથી ભીષણ લડાઈમાંથી એક લડાઈનું સાક્ષી બન્યું હતું, જેમાં આપણા દળોએ આપણી ભૂમિ પર કબજો કરવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા હતા. આ યુદ્ધ ભારતીય સેનાની નૈતિકતાનું સાચું પ્રતિક છે, જેમાં 21 બહાદુર જવાનોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આપણા રાષ્ટ્રના સન્માનનું રક્ષણ કર્યું હતું.

 

 

આ પણ વાંચોઃ DAHOD : 700 વિદ્યાર્થીઓ વાળી પ્રાથમિક શાળા પાસે નથી પોતાનું બિલ્ડીંગ, કોન્ટ્રાક્ટ પૂરો થતાં મકાન ખાલી કરવાનો વારો

 

આ પણ વાંચોઃ ‘ATSએ યોગી આદીત્યનાથ અને RSSના લોકોના નામ લેવા માટે ફરજ પાડી હતી’, કોર્ટમાં ફર્યો માલેગાંવ બ્લાસ્ટનો 15મો સાક્ષી

Next Article