Surat : ખેડૂત હોવાના પુરાવા રજૂ ન કરનાર આઠ જમીન માલિકો સામે સુરત જિલ્લા કલેકટરે કરી લાલ આંખ
જિલ્લા કલેકટર કચેરીમાં ચાલી રહેલા કોર્ટ કેસો પૈકી આઠ કિસ્સામાં છાશવારે નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં અત્યાર સુધી જમીન માલિકો દ્વારા ખેડૂત ખાતેદાર હોવા સંદર્ભેના યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી.
સુરત જિલ્લા કલેકટર(Surat District Collector ) દ્વારા જિલ્લાના પલસાણા (Palsana )અને માંગરોળ (Mangrol )તાલુકામાં અલગ – અલગ બ્લોક નંબરથી નોંધાયેલ ખેતીની જમીન ખરીદનારા આઠ શંકાસ્પદ ખેડુત ખાતેદારો વિરૂદ્ધ હાથ ધરવામાં આવેલી તપાસ બાદ હવે આગામી 15મી તારીખે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
જિલ્લા કલેકટર દ્વારા અગાઉ તમામ શંકાસ્પદ ખેડુત ખાતેદારોને પુરાવાઓ રજુ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં અત્યાર સુધી એક પણ ખાતેદાર દ્વારા યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આગામી 15મી ડિસેમ્બરના રોજ રેકોર્ડને ધ્યાને રાખીને નિર્ણય લેવામાં આવશે.
જિલ્લા કલેકટર કચેરીમાં ચાલી રહેલા કોર્ટ કેસો પૈકી આઠ કિસ્સામાં છાશવારે નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં અત્યાર સુધી જમીન માલિકો દ્વારા ખેડૂત ખાતેદાર હોવા સંદર્ભેના યોગ્ય પુરાવાઓ રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આ તમામ જમીન માલિકોને આગામી 15મી ડિસેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટેની અંતિમ નોટિસની બજવણી કરવામાં આવી છે.
આ દરમ્યાન જો કોઈ જમીન માલિક દ્વારા યોગ્ય પુરાવા રજુ નહીં કરવામાં આવે તો રેકોર્ડ પર આધારીત પુરાવાઓને આધારે નિર્ણય કરવામાં આવશે. ગુજરાત જમીન મહેસુલ નિયમ 108 (6) અંતર્ગત સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોજે સાંકી, મોજે પારડીપાતા, મોજે અંત્રોલી અને માંગરોળ તાલુકાના મોજે લીંબાડા ગામે નોંધાયેલ અલગ – અલગ બ્લોક નંબરની ખેતીની જમીનોના વેચાણ દસ્તાવેજની જિલ્લા કલેકટરના વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે દરમ્યાન જમીન માલિકોને નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં એક પણ કિસ્સામાં જમીન માલિકો દ્વારા ખેડુત ખાતેદાર હોવાના પુરાવા રજુ કરવામાં આવ્યા નથી. જેને પગલે હવે આગામી 15મી ડિસેમ્બરના રોજ આ તમામ જમીન માલિકો વિરૂદ્ધ સરકારી રેકોર્ડ પર નોંધાયેલા પુરાવાઓને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
કરોડોની જમીનોના માલિકો જ લાપતા જિલ્લાના પલસાણા અને માંગરોળ તાલુકામાં કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જમીન ખરીદનારાઓના દસ્તાવેજોની પ્રાથમિક તપાસણી દરમ્યાન ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા આ જમીન માલિકોને ખેડૂત હોવા અંગેના પુરાવાઓ રજુ કરવા માટે યોગ્ય તક આપવામાં આવી હતી. અલબત્ત, નોટિસોની બજવણી કરવા છતાં આઠેક કેસ પૈકી એક પણ ખેડૂત દ્વારા યોગ્ય પુરાવા રજુ કરવામાં આવ્યા ન હતા. જેને પગલે હવે જિલ્લા કલેકટર દ્વારા આ તમામ ખાતેદારોને એક અંતિમ તક આપવામાં આવી છે અને આગામી 15મી ડિસેમ્બરના રોજ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : Surat : સ્વચ્છતા માટે એવોર્ડ મેળવનાર સુરત શહેરની આ સોસાયટીના લોકોએ કેમ ફેંક્યો જાહેરમાં કચરો ?
આ પણ વાંચો : Surat : નાણામંત્રી નિર્મલા સિતારમને ટેક્સ્ટાઇલના સ્ટેક હોલ્ડરને દિલ્હી તેડાવ્યા