કુંભ મેળાથી સૌથી ચોંકાવનારી ખબર, કળિયુગમાં શહેરી LIFEથી કંટાળી 10 હજાર એન્જિનિયરો, ડૉકટરો, મૅનેજમેન્ટ એક્સપર્ટ્સ બન્યા નાગા સાધુ

કુંભ મેળાથી સૌથી ચોંકાવનારી ખબર, કળિયુગમાં શહેરી LIFEથી કંટાળી 10 હજાર એન્જિનિયરો, ડૉકટરો, મૅનેજમેન્ટ એક્સપર્ટ્સ બન્યા નાગા સાધુ

પ્રયાગરાજમાં હાલ ભક્તિ અને આસ્થાનો કુંભ મેળો ચાલી રહ્યો છે. તેમાં ઘણા યુવાનો નાગા સાધુ બન્યા છે. ગયા અઠવાડિયે યોજાયેલ દીક્ષા સમારંભમાં હજારો યુવાનોએ તેમના વાળ અને તેમના પિંડનું દાન કર્યું. રાત ભર ચાલેલી અગ્નિ પુજા પછી આ બધા પ્રાચીન પરંપરા પ્રમાણે નાગા સાધુ બન્યા. વિચારવાની વાત તો એ છે કે આ લોકોમાં મોટી સંખ્યામાં […]

Parth_Solanki

| Edited By: TV9 Web Desk

Feb 04, 2019 | 9:21 AM

પ્રયાગરાજમાં હાલ ભક્તિ અને આસ્થાનો કુંભ મેળો ચાલી રહ્યો છે. તેમાં ઘણા યુવાનો નાગા સાધુ બન્યા છે. ગયા અઠવાડિયે યોજાયેલ દીક્ષા સમારંભમાં હજારો યુવાનોએ તેમના વાળ અને તેમના પિંડનું દાન કર્યું.

રાત ભર ચાલેલી અગ્નિ પુજા પછી આ બધા પ્રાચીન પરંપરા પ્રમાણે નાગા સાધુ બન્યા. વિચારવાની વાત તો એ છે કે આ લોકોમાં મોટી સંખ્યામાં એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટના ગ્રેજયુએટ લોકો પણ સામેલ છે. નાગા સાધુ બનવા આવેલ 27વર્ષના રજતકુમાર રાયનું કહેવું છે કે તેમને કચ્છથી મરીન એન્જીનયરીંગમાં ડિપ્લોમા કર્યું છે. પણ તેમને સંસારનો ત્યાગ કરી નાગા સાધુ બનવાનું વિચાર્યું છે. તે સિવાય નાગા સાધુ બનેલ 29 વર્ષના શંભુગીરીએ યૂક્રેનથી મેનેજમેન્ટમાં ગ્રેજયુએટ છે. 18 વર્ષના ઘનશ્યામગીરી ઉજ્જૈનથી ધો.12 બોર્ડમાં ટોપર છે.
ઘનશ્યામગિરીનું કહેવું છે કે તેઓ બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી તેમના ઉદ્દેશની અનુભૂતી થઈ. તે વખતે તેમની ઉંમર 16 વર્ષ હતી, જ્યારે તે તેમના ગુરૂ મહંત જયરામગિરીના આશ્રમ ગયા. તેમના ગુરૂની કૂપાથી 2 વર્ષ પછી નાગા સાધુ બનવા માટે દીક્ષા લેવા કુંભ સમારંભમાં આવ્યા છે.

આ બધા જ લોકોએ સોમવતી અમાસના દિવસે ડુબકી લગાવી. સંતો, મહામંડલેશ્વરોની જોડે નવા બનેલા નાગા સાધુમાં ડુબકી લગાવવાને લઈ સૌથી વધુ આતુરતા રહી હતી. નાગા સાધુઓએ ધૂણીના સામે બેસી આખી રાત ઓમ નમ:શિવાયના મંત્રના જાપ કરતા કરતા પવિત્ર રાખ તૈયાર કરી સાથે જ ગુરૂમંત્રનો પણ જાપ કર્યોં.

નાગા સાધુના જીવનને જીવવા માટે 10 હજાર પુરૂષો અને મહિલાઓએ દીક્ષા લીધી છે. અખિલ ભારતીય અખાડા પરીષદ હેઠળ તે લોકો નાગા સાધુ બન્યા. આ પરીષદ ભારતમાં હિન્દૂ સંતો અને સાધુઓનું સર્વોચ્ચ સંગઠન છે. જૂના અખાડાના ચીફ ગવર્નર અને એબીએપીના જનરલ સેક્રેટરી મહંત હરિગીરીનું કહેવું છે કે દીક્ષા સમારંભ ખાલી કુંભ દરમિયાન જ થાય છે. અને દર વખતે આમા સામેલ થવાવાળા લોકોની સંખ્યા હજારોમાં હોય છે. જયારે તેમને પૂછવામાં આવ્યું કે નાગા સાધુ બનવા માટે વર્તન કેવું હોવું જોઈએ તો તેમને કહ્યું કે જાતિ, ધર્મ, રંગ, જે પણ હોય પણ જે વ્યકિતી સંસારનો ત્યાગ કરી શકે તેવા લોકો નાગા સાધુ બનવા માટે યોગ્ય છે. ઘણાં મુસ્લિમ, ખ્રિસ્તી અને બાકી ધર્મના લોકોનો પણ સ્વીકાર કરવામાં આવ્યો છે. તેમાં એ લોકો પણ સામેલ છે જે પહેલા ડોકટર અને એન્જીનીયર પણ હતા.

તેમને કહ્યું કે એકવાર જ્યારે અખાડાનો ભાગ બની ગયા પછી રસ્તો ખુબ જ અઘરો બની જાય છે. ઘણા વર્ષો સુધી ઉમેદવારોની તપાસ કરવામાં આવે છે કે તે તેની મરજીથી રહ્યા છે કે પછી કોઈ મુશ્કેલીથી બચવા માટે આવ્યા છે. જ્યારે તે બધી જ પરીક્ષા પાસ કરી લે છે અને અમને સંતોષ આપે છે તે પછી તેઓને નાગા સાધુ જાહેર કરવામાં આવે છે.

[yop_poll id=1069]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati