ચહેરાની સુંદરતાની સાથે પગની ફાટેલી એડીઓને પણ સંવારો આ રીતે

કેટલાક લોકો ચહેરાની સુંદરતાની સાર સંભાળ રાખવા પાછળ પગની એડીઓ પ્રત્યે બેધ્યાન રહે છે. જોવા જઈએ તો શારીરિક આકર્ષણ બનાવી રાખવા માટે ચહેરાની સાથે સાથે પગનો પણ તેટલો જ ફાળો હોય છે. મોટા ભાગની મહિલાઓ પગની ફાટેલી એડીઓથી હેરાન થાય છે. કેટલીય દવા અને ક્રીમ લગાવવા છતાં પગની એડીઓ સારી નથી થઇ શકી અને તમે […]

ચહેરાની સુંદરતાની સાથે પગની ફાટેલી એડીઓને પણ સંવારો આ રીતે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:12 PM

કેટલાક લોકો ચહેરાની સુંદરતાની સાર સંભાળ રાખવા પાછળ પગની એડીઓ પ્રત્યે બેધ્યાન રહે છે. જોવા જઈએ તો શારીરિક આકર્ષણ બનાવી રાખવા માટે ચહેરાની સાથે સાથે પગનો પણ તેટલો જ ફાળો હોય છે. મોટા ભાગની મહિલાઓ પગની ફાટેલી એડીઓથી હેરાન થાય છે. કેટલીય દવા અને ક્રીમ લગાવવા છતાં પગની એડીઓ સારી નથી થઇ શકી અને તમે યોગ્ય ઈલાજ શોધી રહ્યા છો તો આ લેખ તમારા માટે જ છે. વાતાવરણ જયારે શુષ્ક થાય ત્યારે, ઓબેસિટીના કારણે, વધારે ચાલવાથી કે એક જગ્યા પર ઉભા રહેવાથી કે ડાયાબિટીઝના કારણે એડીઓ ફાટી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં શરૂઆતમાં પગની સ્કિન ડ્રાય થઇ જાય છે. અને પછી હલકી ક્રેક દેખાવા લાગે છે. પગની સ્કિન હળવા પીળા રંગની થઇ જાય છે. ઉપરની ત્વચા ધીરે ધીરે ઉખડવા લાગે છે. ખંજવાળ આવે છે અને ક્યારેક દુખાવા સાથે લોહી પણ નીકળે છે.

Along with the beauty of the face, also decorate the torn ADO of the legs in this way

ઉપાયો : 1). પગને ધોઈને વેજીટેબલ ઓઇલથી દિવસમાં બે વાર મસાજ કરવું જોઈએ. 2). એક ડોલમાં એક કપ મધ નાંખીને 15-20 મિનિટ પગ બોળીને રાખવાથી રાહત મળે છે. 3). ગરમ પાણીમાં થોડી વાર પગ રાખ્યા બાદ પગ પર ચોખાના લોટ, મધ અને લીંબુના રસથી બનાવેલી પેસ્ટ લગાવવાથી પણ ફાટેલી એડીઓથી છુટકારો મળે છે. 4). ગરમ પાણીમાં સોડિયમ અને વેસેલિનનું મિશ્રણ કરીને તેમાં પગ રાખવા જોઈએ. 5). રાત્રે નારિયેળ તેલની મસાજ કરીને મોજા પહેરીને સુઈ જવું જોઈએ. આવું નિયમિત કરવાથી એડીઓને આરામ મળે છે. 6). એક ડોલ પાણીમાં મીઠું, લીંબુનો રસ, ગુલાબજળ અને બે ચમચી ગિલ્સરીન નાંખીને તેમાં પગ રાખો. 15-20 મિનિટ બાદ એડીને સ્ક્ર્બ કરો. 7). તલના તેલ કે એલોવેરા વડે માલિશ કરવાથી પણ પગની ફાટેલી એડીઓથી છુટકારો મેળવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">