AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother’s Day 2022: શું આ મધર્સ ડે પર તમે તમારી માતાને સરપ્રાઇઝ કરવા માંગો છો? તો જાતે બનાવો વેનિલા કેક, આ રહી રેસીપી

Mother’s Day 2022 : મધર્સ ડેને માતા માટે સ્પેશિયલ બનાવવા દરેક જણ પોતપોતાનો પ્રયાસ કરે છે. જો તમે પણ મધર્સ ડે પર તમારી માતાને સરપ્રાઈઝ આપવા માંગો છો, તો તેના માટે જાતે જ કેક તૈયાર કરો. અહીં જાણો વેનિલા કેક (Vanilla cake) બનાવવાની સરળ રેસિપી.

Mother’s Day 2022: શું આ મધર્સ ડે પર તમે તમારી માતાને સરપ્રાઇઝ કરવા માંગો છો? તો જાતે બનાવો વેનિલા કેક, આ રહી રેસીપી
vanilla cake (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 10:15 PM
Share

મધર્સ ડે (Mother’s Day) તમામ માતાઓને સમર્પિત છે. મા જીવનભર તમારી ખુશી માટે ઘણા બલિદાન આપે છે, તમારું આખું જીવન તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સમર્પિત કરે છે અને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. મધર્સ ડે એ માતાનો આભાર કહેવાનો દિવસ છે, તમારા જીવનમાં તેણીનો અર્થ શું છે તે જણાવવાનો દિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ વખતે મધર્સ ડે 8મી મે 2022 (Mother’s Day 2022 Date)ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસને માતા માટે ખાસ બનાવવા માટે બાળકો તમામ પ્રકારના સરપ્રાઈઝ પ્લાન કરે છે. જો તમે પણ મધર્સ ડે પર તમારી માતાને સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો તો તમારા પોતાના હાથથી મધર્સ ડે સ્પેશિયલ કેક બનાવો. પોતાના બાળકોને પોતાના માટે કંઈક વિશેષ કરતા જોઈને માતાને ઘણી ખુશી મળે છે. અહીં જાણો એગલેસ વેનિલા કેકની સરળ રેસિપી.

સામગ્રી

સવા કપ મેંદો, ટીસ્પૂન બેકિંગ સોડા, ટીસ્પૂન બેકિંગ પાવડર, કપ કન્ડેન્સ્ડ મિલ્ક, 4 ચમચી ઓગાળેલું માખણ, 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ

વેનીલા કેક કેવી રીતે બનાવવી

  1. મેદો, બેકિંગ પાવડર અને ખાવાનો સોડાને ચાળીને બાજુ પર રાખો. હવે કેક માટે એક ટીન લો અને તેમાં થોડું માખણ અલગથી લગાવી તેમાં લોટ છાંટી દો
  2. હવે સ્પેટુલાની મદદથી એક બાઉલમાં ઓગાળેલું માખણ, કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસેન્સ મિક્સ કરો. હવે તેમાં ચાળેલો લોટ, ખાવાનો સોડા અને બેકિંગ પાવડર ઉમેરો અને થોડું પાણી ઉમેરો. ત્યારબાદ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. બેટરમાં એટલું પાણી રેડવું કે બેટર જાડું હોય પણ ટપકતું હોવું જોઈએ. તે ખૂબ પાતળું ન હોવું જોઈએ. બધું બરાબર મિક્સ કરો.
  3. આખું મિશ્રણ માખણ ટીનમાં રેડવું. આ ટીનને પ્રીહિટેડ માઇક્રોવેવમાં 180 ડિગ્રી સેલ્સિયસ પર મૂકો. આ કેકને લગભગ 25 મિનિટ સુધી બેક કરો.
  4. જ્યારે કેક ટીનની બાજુઓમાંથી બહાર નીકળવાનું શરૂ કરે છે, ત્યારે કેક તૈયાર થઇ ગઇ ગણાશે. તમે ટૂથપીકની મદદથી કેક રંધાઈ છે કે નહીં તે ચકાસી શકો છો. આ માટે કેકમાં ટૂથપીક લગાવો. જો તેમાં કેક ચોંટી જાય તો સમજવું કે થોડી વધુ બેક કરવાની જરૂર છે અને જો ટૂથપીક ચોખ્ખી નીકળી જાય તો કેક પાકી ગઈ છે. જ્યારે તે થોડું ઠંડુ થાય, ત્યારે ટીન ફેરવો અને કેકને પ્લેટમાં કાઢી લો.
  5. તમારી વેનીલા કેક તૈયાર છે, હવે જો તમે ઈચ્છો તો ક્રીમ વગેરેની મદદથી તેને સજાવી શકો છો અને તેના પર હેપ્પી મધર્સ ડે કે અન્ય કોઈ મેસેજ લખીને માતાને આ કેક કાપવા માટે કહો.

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">