‘ના ભગવાન, ના જાતિ, ના ધર્મ’ નો દરજ્જો મેળવવા યુવકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, 2 વર્ષની લડાઈના અંતે થઈ જીત!

|

May 02, 2019 | 5:25 PM

હરિયાણાના ટોહાના શહેરનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે ધર્મ-જાતિના બંધનમાંથી છુટવા માટે કોર્ટનો સહારો લીધો અને લાંબી મહેનત પછી તેને કાયદેસર રીતે આ મંજૂરી પણ મળી ગઈ છે. રવિ કુમારે અનોખી કાયદાકીય લડત જીતી લીધી છે. હવે તેને નાસ્તિક નામથી ઓળખવામાં આવશે. તેના માટે તાલુકા ઓફિસ દ્વારા તેને ‘નો કાસ્ટ, નો રિલિજન, નો […]

ના ભગવાન, ના જાતિ, ના  ધર્મ નો દરજ્જો મેળવવા યુવકે કોર્ટનો દરવાજો ખખડાવ્યો, 2 વર્ષની લડાઈના અંતે થઈ જીત!

Follow us on

હરિયાણાના ટોહાના શહેરનો એક ગજબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે ધર્મ-જાતિના બંધનમાંથી છુટવા માટે કોર્ટનો સહારો લીધો અને લાંબી મહેનત પછી તેને કાયદેસર રીતે આ મંજૂરી પણ મળી ગઈ છે.

રવિ કુમારે અનોખી કાયદાકીય લડત જીતી લીધી છે. હવે તેને નાસ્તિક નામથી ઓળખવામાં આવશે. તેના માટે તાલુકા ઓફિસ દ્વારા તેને ‘નો કાસ્ટ, નો રિલિજન, નો ગોડ’ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. આ દેશનો પહેલો કિસ્સો ગણવામાં આવી રહ્યો છે અને તેના માટે રવિને 2 વર્ષ સુધી લાંબી કાયદાકીય લડાઈ લડવી પડી હતી.

 

TV9 Gujarati

એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

 

રવિએ કહ્યું કે દેશમાં ધર્મ અને જાતિના નામ પર થઈ રહેલી રાજનીતિને જોતા તેને આ નિર્ણય લીધો છે. તેના માટે રવિએ 2 અલગ-અલગ અરજીઓ કોર્ટમાં જાન્યુઆરી 2017માં તેમના વકીલ રાજકુમાર સૈની દ્વારા કરી હતી. જેમાં તેને તેના નામની આગળ ધર્મ અને જાતિ હટાવવાની માગ કરી હતી. લગભગ એક વર્ષ સુધી ચાલેલી કાર્યવાહી પછી કોર્ટે તેને ધર્મ અને જાતિનું નામ તેના નામથી હટાવવાનો આદેશ આપ્યો. કોર્ટનો આદેશ મળ્યા પછી તે હવે કોઈ પણ ધર્મ કે જાતિથી સંબંધ નથી રાખતો તથા તે લગ્ન પણ કાયદા પ્રમાણે કોર્ટમાં જ કરશે.

રવિએ કહ્યું કે તે ઘણાં લાંબા સમયથી દેશ દુનિયામાં જાતિ, ધર્મ, સમુદાય વગેરેની સમસ્યા છે. જેને લોકોને પૂરી રીતે વહેંચી દીધા છે. તેથી તેને નવી શરૂઆત કરતા ‘નાસ્તિક’ તરીકે ઓળખાવવાનો હક કોર્ટ દ્વારા મેળવ્યો છે.

રવિ નાસ્તિકના વકીલ રાજકુમાર સૈનીએ જણાવ્યું કે 27 સપ્ટેમ્બર 2017ના રોજ રવિ તેમની પાસે આવ્યો હતો. તેને કહ્યું કે તે તેના નામની પાછળ નાસ્તિક શબ્દ લગાવવા ઈચ્છે છે. તેને ઘણાં દસ્તાવેજ બતાવ્યા, જેમાં તેને આ શબ્દ લખ્યો હતો. તેમને કહ્યું કે વૉર્ડ કાઉન્સિલર રામકુમાર સૈની સહિત ઘણાં લોકોએ જુબાની આપી છે. ત્યારબાદ જજે જણાવ્યું કે તેના નામની પાછળ નાસ્તિક શબ્દ લખવામાં આવે.

આ પણ વાંચો: કૅપ્ટન કુલ, માહી સિવાય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને આ નામ પણ છે પસંદ, નામ આપવા બદલ ચાહકોનો માન્યો આભાર

રવિના વકીલે વધુમાં જણાવ્યું કે તાલુકા ઓફિસે રવિને ‘નો કાસ્ટ, નો રિલિજન, નો ગોડ’ પ્રમાણપત્ર આપ્યુ. ત્યાં રવિના બધા જ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી. તે પુષ્ટી કરવામાં આવી કે રવિનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ તો નથી. તેના કોઈ અન્ય દેશ સાથે તો સંબંધો નથી. તે આ પ્રમાણપત્રનો કોઈ દૂરઉપયોગ તો કરવા નથી ઈચ્છ તો. આ તમામ વાતની ચકાસણી કર્યા પછી તેને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:23 pm, Thu, 2 May 19

Next Article