લતાજીના જન્મદિવસ પર PM મોદીની અનોખી ભેટ, અયોધ્યાના આ ચોકનું નામ સ્વર કોકિલાના નામ પર રાખ્યું

|

Sep 28, 2022 | 5:02 PM

6 ફેબ્રુઆરી 2022ના રોજ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હતુ. દેશના વડાપ્રધાને લતા મંગેશકરને તેમની 93મી જન્મજયંતિ પર યાદ કર્યા છે. સ્વર કોકિલાની યાદમાં અયોધ્યામાં એક ચોકનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

લતાજીના જન્મદિવસ પર PM મોદીની અનોખી ભેટ, અયોધ્યાના આ ચોકનું નામ સ્વર કોકિલાના નામ પર રાખ્યું
લતાજીના જન્મદિવસ પર PM મોદીની અનોખી ભેટ
Image Credit source: Instagram

Follow us on

Lata Mangeshkar Birth Anniversary: સ્વર કોકિલા લતા મંગેશકર હવે ભલે આપણા વચ્ચે નથી પરંતુ તેના ગીતો અને તેની વાતો લોકોના મોઢા પર હજુ છે. 6 ફ્રેબુઆરી 2022ના રોજ લતા મંગેશકર (Lata Mangeshkar)નું નિધન થયું હતુ. લતા મંગેશકરે ખુબ નાની ઉંમરમાં જ પોતાના અવાજથી લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. લતા મંગેશકરને તેની 93મી જંયતી પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યાદ કર્યા છે. પીએમએ ટ્વિટ દ્વારા સ્વર કોકિલાને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેટલાક દશકો સુધી ગીતોની દુનિયામાં રાજ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે, જન્મદિવસ પર લતા દીદીને યાદ કરી રહ્યો છુ. યાદ કરવા માટે તો ધણુંબધું છે. કેટલીક એવી વાતચીતો જેમાં તેણે પ્રેમ વરસાવ્યો છે. મને ખુશી છે કે, આજે અયોધ્યામાં એક ચોકનું નામ તેના નામ પર રાખવામાં આવ્યું છે. દેશની મહાન હસ્તિઓમાં એક લતા દીદીને આ યોગ્ય શ્રદ્ધાંજલિ હશે. 1929માં જન્મેલી મંગેશકરે કેટલાક દશકો સુધી ગીતોની દુનિયામાં રાજ કર્યું છે. આ વર્ષે ફ્રેબુઆરીમાં તેનું નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરના જન્મદિવસ પર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં એક ચોક પર 14 ટન વજનવાળી અને 40 ફુટ મૂર્તિ સ્થાપિત કરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

 

 

સ્વરા કોકિલાએ અનેક ભાષાઓમાં ગીતો ગાયા

લતા દીદીની 93મી જન્મજયંતી પર તેને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાને આજે આ ચોકનું ઉદ્ધાટન કર્યું છે. આ ઉદ્ધાટન વર્ચુઅલ તરીકે કરવામાં આવ્યું છે. આ તકે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજ રહ્યા છે. સ્વર કોકિલા લતા મંગેશકરની જન્મજયંતિ નિમિત્તે રામ કથા પાર્કમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લતા મંગેશકરે ખૂબ જ નાની ઉંમરમાં ગાવામાં નિપુણતા મેળવી લીધી હતી. સ્વરા કોકિલાએ ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ તેનો અવાજ બધાના દિલને સ્પર્શી ગયો છે.

લતા મંગેશકરને પાંચ ભાઈ-બહેન છે અને તેમાંથી દીદી સૌથી મોટી હતી. તેમની બહેનોનું નામ આશા, મીના, ઉષા અને ભાઈનું નામ હૃદયનાથ મંગેશકર છે. દરેક વ્યક્તિએ પોતાની આજીવિકા તરીકે સંગીતને પસંદ કર્યું છે. લતા મંગેશકરના પિતાનું 1942માં અવસાન થયું, આ સમયે તેઓ 13 વર્ષના હતા અને પરિવારની તમામ જવાબદારી તેમના પર આવી ગઈ હતી. પૈસાની અછતને દૂર કરવા માટે લતાએ કેટલીક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું.

Next Article