International Yoga Day: આજે વિશ્વભરમાં ઉજવાશે યોગ દિવસ, દેશમાં 75 હજાર જગ્યાએ BJPના કાર્યક્રમો, જાણો કયા મંત્રી ભાગ લેશે

International Yoga Day: મંગળવારે એટલે કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભાજપ તરફથી દેશભરમાં 75,000 સ્થળોએ યોગને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

International Yoga Day: આજે વિશ્વભરમાં ઉજવાશે યોગ દિવસ, દેશમાં 75 હજાર જગ્યાએ BJPના કાર્યક્રમો, જાણો કયા મંત્રી ભાગ લેશે
Yoga Day will be celebrated all over the world today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 7:34 AM

આજે એટલે કે 21 જૂને સમગ્ર વિશ્વમાં 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) ઉજવવામાં આવશે. આ દરમિયાન અમેરિકાથી ઓસ્ટ્રેલિયા સુધી યોગના કાર્યક્રમો (Yoga Program) કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે પણ આ વખતે યોગ દિવસની ધામધૂમથી ઉજવણી કરવાની યોજના બનાવી છે. આ અંતર્ગત મોદી સરકારના 29 કેબિનેટ મંત્રી દેશના વિવિધ ભાગોમાં હાજર રહીને યોગ (Yoga) કરશે. કર્ણાટકના મૈસૂરના મૈસૂર પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) પોતે 21 જૂને યોગ કરશે. કોરોના રોગચાળાને કારણે બે વર્ષથી યોગ દિવસની ઉજવણી યોગ્ય રીતે થઈ ન હતી.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મંગળવારે દેશભરમાં 75,000 સ્થળોએ યોગને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાથી લઈને પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેના તમામ પદાધિકારીઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને યોગ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા દેશવાસીઓને અપીલ કરી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વખતે યોગા ફોર હ્યુમેનિટી થીમ હેઠળ કાર્યક્રમ યોજાશે.

  1. આઝાદીની 75મી વર્ષગાંઠ તરીકે ઉજવાઈ રહેલા અમૃત મહોત્સવમાં કેન્દ્ર સરકારે 75 મંત્રી 75 સ્થળ પર યોગ કાર્યક્રમમાં ભાગ લેવાનું આયોજન કર્યું છે. આ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૈસુર પેલેસમાં યોગ કરશે. ગૃહ પ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના નાસિક સ્થિત ત્ર્યંબકેશ્વર મંદિરમાં યોગ કરશે.
  2. રક્ષા મંત્રી રાજનાથ સિંહ તમિલનાડુના કોઈમ્બતુરમાં, વિદેશ મંત્રી એસ જયશંકર દિલ્હીના લોટસ ટેમ્પલમાં, નીતિન ગડકરી નાગપુરમાં અને નાણા મંત્રી નિર્મલા સીતારમણ જંતર મંતર ખાતે યોગ કરશે. બીજી તરફ સ્મૃતિ ઈરાની લખનૌમાં યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. પરંતુ તેને કોરોના ચેપ લાગ્યો છે.
  3. 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
    ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
    ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
    આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
    દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  4. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર ખજુરાહોમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ મુંબઈમાં મરીન ડ્રાઈવ ખાતે યોગ કરશે. અર્જુન મુંડા રાંચીમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હિમાચલ પ્રદેશના કાંગડામાં, ભૂપેન્દ્ર યાદવ અયોધ્યામાં અને પ્રહલાદ જોશી કર્ણાટકમાં યોગ કરશે. જ્યારે નારાયણ રાણે પુણેમાં યોગ કરશે.
  5. કેન્દ્રીય મંત્રી વીરેન્દ્ર કુમાર મધ્યપ્રદેશના અમરકંટકમાં યોગ કરશે. મુખ્તાર અબ્બાસ નકવી ફતેહપુર સીકરી કિલ્લામાં યોગ કરશે. હરિદ્વારમાં ગિરિરાજ સિંહ, ગ્વાલિયર કિલ્લામાં જ્યોતિરાદિત્ય સિંધિયા, બિહારના ગયામાં આરપી સિંહ, અશ્વિની વૈષ્ણવ ઓડિશાના સૂર્ય મંદિરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.
  6. કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ હસ્તિનાપુરમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. સાથે જ આર.કે. સિંહ બિહારના નાલંદા વિહારમાં યોગ કરશે. આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલ ખાતે યોગ કરશે. પુરુષોત્તમ રૂપાલા ગુજરાતના કચ્છમાં યોગ કરશે. હરદીપ સિંહ પુરી દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. જી કિશન રેડ્ડી તેલંગાણાના આનંદ સાગર તળાવમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.
  7. યોગ દિવસ નિમિત્તે 19 જૂનના રોજ નાયગ્રા ફોલ્સની અમેરિકન બાજુએ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ દિવસનો આ કાર્યક્રમ ગોટ આઇલેન્ડ પર થયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
  8. કેન્દ્રીય મંત્રી વી. મુરલીધરન 21 જૂને તિરુવનંતપુરમ અને કોચીમાં આયોજિત 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું નેતૃત્વ કરશે. કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં 75 ઐતિહાસિક સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે.
  9. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વોશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત વોશિંગ્ટન સ્મારક ખાતે ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત યોગ સત્રમાં સેંકડો લોકોએ ભાગ લીધો હતો. શનિવારે આયોજિત કાર્યક્રમમાં યુએસ વહીવટીતંત્ર, સંસદ, ઉદ્યોગ, રાજદ્વારી કોર્પ્સ, મીડિયા અને વિદેશી ભારતીયો સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકોએ ભાગ લીધો હતો. યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (NSF)ના ડાયરેક્ટર ડૉ. સેતુરામન પંચનાથને જણાવ્યું હતું કે-યોગ એ વિશ્વને ભારતની સૌથી મોટી ભેટ છે.
  10. નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દરેક ગંગા ઘાટ પર યોગ સત્રોનું આયોજન કરશે. 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઘોષણા પછી 2015થી દર વર્ષે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. NMCGના મહાનિર્દેશક જી. અશોક કુમારે કહ્યું કે ગંગા નદીના દરેક ઘાટ પર યોગ સત્રનું આયોજન કરવામાં આવશે.
  11. ભારતીય આધ્યાત્મિક ગુરુ સ્વામી અવધેશાનંદ ગિરી આ વર્ષે યુએસમાં ન્યુયોર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણીનું નેતૃત્વ કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">