Wrestlers Protest: કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ નોંધાયેલા છે, હું તમને લિસ્ટ આપી શકુ છું

|

Apr 28, 2023 | 7:27 PM

ભારતીય કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ પુનિયા કુસ્તીબાજો સાક્ષી મલિક અને વિનેશ ફોગટ સાથે જંતર-મંતર પર ઉપવાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બ્રિજ ભૂષણ જેલમાં નહીં જાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે

Wrestlers Protest: કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ નોંધાયેલા છે, હું તમને લિસ્ટ આપી શકુ છું
Bhushan Singh (File)

Follow us on

જંતર-મંતર પર ભારતીય કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. આને લઈને ઘણું રાજકારણ પણ થઈ રહ્યું છે. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આજે દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું કે તે ભારતીય કુસ્તી મહાસંઘના વડા અને કૈસરગંજના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરશે. કપિલ સિબ્બલ કુસ્તીબાજો વતી દલીલ કરી રહ્યા છે. તેમણે આજે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ 40 કેસ નોંધાયેલા છે. જેની યાદી હું તમને (સુપ્રીમ કોર્ટ) આપીશ.

ભારતીય કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ પુનિયા કુસ્તીબાજો સાક્ષી મલિક અને વિનેશ ફોગટ સાથે જંતર-મંતર પર ઉપવાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી બ્રિજ ભૂષણ જેલમાં નહીં જાય ત્યાં સુધી ઉપવાસ ચાલુ રહેશે. 2012 થી, કૈસરગંજ એમપી રેસલિંગ ફેડરેશનના પ્રમુખ છે. બાબરી ધ્વંસ કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. તેઓ છ વખત સાંસદ રહી ચૂક્યા છે.

જાન્યુઆરીમાં આ મામલો પ્રથમ વખત પ્રકાશમાં આવ્યો હતો

આ મામલો પ્રથમ જાન્યુઆરીમાં પ્રકાશમાં આવ્યો હતો. ભારતીય કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર જાતીય અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ રમત મંત્રાલયે કુસ્તીબાજો સાથે વાત કરી અને એક કમિટી બનાવવામાં આવી. પરંતુ ત્રણ મહિના બાદ પણ કુસ્તીબાજોને કમિટી તરફથી કોઈ રિપોર્ટ ન મળતા તેઓ વિરોધ કરવા બેસી ગયા હતા.

વરસાદમાં ભીના થયા પછી આંખોમાં થાય છે બળતરા, જાણો ઘરેલુ ઉપચાર
Travel Tips : કોઈ ફરવા માટે તૈયાર નથી તો એકલા આ સ્થળોની મુલાકાત લઈ આવો
Knowledge : કઈ ચીજ માંથી બને છે કેપ્સ્યુલ? પેટમાં ઓગળતા કેટલો સમય લાગે છે?
અનંત-રાધિકાના સંગીતમાં 'મરમેઇડ' બની જાહ્નવી કપૂર, તસવીરો થઈ વાયરલ
આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક

જોકે બ્રિજભૂષણ અને આરોપો વચ્ચે જૂનો સંબંધ છે. સોશિયલ મીડિયા પર તમને તેના ઘણા વીડિયો પણ જોવા મળશે. ક્યારેક મીડિયાના સાથીદારો સાથે ધક્કા-મુક્કી તો ક્યારેક સ્ટેજ પર યુવકને થપ્પડ મારી. તેમની સામેના કેસમાં લૂંટ, હત્યાનો પ્રયાસ, યુપી ગેંગસ્ટર એક્ટ, આર્મ્સ એક્ટનો સમાવેશ થાય છે.

વિવાદો સાથે જૂનો સંબંધ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિજભૂષણ વિરુદ્ધ અયોધ્યામાં 17, નવાબગંજમાં 8, ફૈઝાબાદમાં 12 અને દિલ્હીમાં એક કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર IPCની ઘણી કલમો લગાડવામાં આવી છે. છેલ્લા પાંચ દિવસથી કુસ્તીબાજો ધરણાસ્થળે બેઠા છે. બ્રિજ ભૂષણ શરણ સિંહ તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. જોકે હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે. દિલ્હી પોલીસ એફઆઈઆર નોંધવા માટે તૈયાર થઈ ગઈ છે. આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. AAP પાર્ટીના નેતાઓ વિરોધ સ્થળ પર પહોંચીને કુસ્તીબાજોની માગને સમર્થન આપી રહ્યા છે.

Published On - 7:27 pm, Fri, 28 April 23

Next Article