AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World AIDS Day 2021: 1 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

World AIDS Day: વિશ્વ એઇડ્સ દિવસ 1988 થી દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તેનો હેતુ HIVના સંક્રમણના ફેલાવાને કારણે થતા એઇડ્ઝ રોગચાળા અંગે જાગૃતિ લાવવાનો છે.

World AIDS Day 2021: 1 ડિસેમ્બરે ઉજવાય છે વિશ્વ એઇડ્સ દિવસ, જાણો તેનો ઇતિહાસ અને મહત્વ
World AIDS Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 7:27 AM
Share

Aids Day 2021: વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ સ્વસ્થ અને સુખી જીવન માટે આ રોગ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ એઇડ્સ દિવસ સૌ પ્રથમ 1988 માં ઉજવવામાં આવ્યો હતો. એક્વાયર્ડ ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) એ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV)ના કારણે જીવન માટે જોખમી સ્થિતિ છે. HIV વાયરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને અન્ય ‘રોગો’ સામે તેનો પ્રતિકાર ઓછો કરે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વ એઇડ્સ દિવસ વિશ્વ આરોગ્ય દિવસ, વિશ્વ રક્તદાતા દિવસ, વિશ્વ રોગપ્રતિરક્ષા સપ્તાહ, વિશ્વ ક્ષય દિવસ, વિશ્વ તમાકુ નિષેધ દિવસ, વિશ્વ મેલેરિયા દિવસ, વિશ્વ હેપેટાઇટિસ દિવસ, વિશ્વ એન્ટિમાઇક્રોબાયલ જાગૃતિ સપ્તાહ, વિશ્વ દર્દી સુરક્ષા દિવસ. અને વિશ્વ ચાગાસ રોગ દિવસ સાથે ચિહ્નિત થયેલ 11 સત્તાવાર વૈશ્વિક જાહેર આરોગ્ય અભિયાનોમાંનું એક છે.

વિશ્વ એઇડ્સ દિવસ HIV તેમજ AIDS વિશે જાગૃતિ લાવવા અને રોગચાળા સામે આંતરરાષ્ટ્રીય એકતા દર્શાવવા માટે વિશ્વભરના લોકોને એકસાથે લાવે છે. HIV એ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરતી મુખ્ય જાહેર આરોગ્ય સમસ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરના આંકડાઓ અનુસાર, 2020 માં 377 મિલિયન લોકો એઇડ્સ સાથે જીવી રહ્યા હતા. 2020 માં HIV સાથે જીવતા તમામ લોકોમાંથી 16% લોકોને ખબર ન હતી કે તેમને HIV છે. 2020માં 73 ટકા લોકોએ એન્ટિરેટ્રોવાયરલ થેરાપીનો ઉપયોગ કર્યો હતો.

શરૂઆતમાં વિશ્વ એઇડ્સ દિવસ માત્ર બાળકો અને યુવાનો સાથે સંકળાયેલો હતો, પરંતુ પાછળથી જાણવા મળ્યું કે એચઆઇવી ચેપ કોઈપણ ઉંમરની વ્યક્તિને અસર કરી શકે છે. આ પછી, વર્ષ 1996 માં, એચઆઈવી/એડ્સ પર સંયુક્ત રાષ્ટ્રએ વૈશ્વિક સ્તરે તેના પ્રચાર અને પ્રસારની કાળજી લેતા, વર્ષ 1997 માં વિશ્વ એઈડ્સ અભિયાન હેઠળ સંચાર, નિવારણ અને શિક્ષણ પર કામ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચોઃ

Maharashtra : આગામી લોકસભાની ચૂંટણીને લઈને વિપક્ષ એક્શનમાં, મમતા બેનર્જીએ શિવસેના નેતાઓ સાથે કરી મુલાકાત

આ પણ વાંચોઃ

UP Elcection: ચૂંટણી પહેલા PM મોદી યુપીના વિવિધ વિસ્તારોની ડિસેમ્બરમાં લેશે મુલાકાત, જનતાને ભેંટ કરશે કેટલીય યોજનાઓ

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">