Corona Update: શું કોરોનાની ત્રીજી લહેર માટે ભીડ હશે જવાબદાર ? જાણો આઈસીએમઆરે શું આપી ચેતવણી

|

Jul 20, 2021 | 7:20 AM

ઓગસ્ટથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third Wave) જોવા મળી શકે છે. નિષ્ણાતે ગણતરીઓના આધારે એવી આગાહી કરી છે કે આગામી લહેરમાં દૈનિક કેસોમાં આશરે 50 ટકાનો વધારો થઈ શકે છે.ઓગસ્ટમાં આવનારી લહેરમાં દરમિયાન દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાય શકે છે.

Corona Update: શું કોરોનાની ત્રીજી લહેર માટે ભીડ હશે જવાબદાર ? જાણો આઈસીએમઆરે શું આપી ચેતવણી

Follow us on

Corona Update: કોરોનાની બીજી લહેર(Second Wave) હજુ પુરી નથી થઈ ત્યાં તો ICMR એ નવી ચેતાવણી આપી છે. ચિંતાના વાદળો હજુ હટ્યાં નથી. બે થી ત્રણ અઠવાડીયામાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર. હવેની લહેર માટે કોઈ ચુંટણી જવાબદાર નહી હોય પરંતુ માણસોની બેદરકારી જ જવાબદાર હશે.

ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના એક નિષ્ણાતોએ એવી આશંકા વ્યક્ત કરી કે, ઓગસ્ટથી દેશમાં કોરોનાની ત્રીજી લહેર(Third Wave) જોવા મળી શકે છે. નિષ્ણાતે ગણતરીઓના આધારે એવી આગાહી કરી છે કે આગામી લહેરમાં દૈનિક કેસોમાં આશરે 50 ટકાનો વધારો થઈ શકે છે.ઓગસ્ટમાં આવનારી લહેરમાં દરમિયાન દરરોજ એક લાખથી વધુ કેસ નોંધાય શકે છે.

જો કે, આ કેસો બીજા લહેર કરતા ઘણાં ઓછાં છે, કારણ કે દેશમાં મેના પ્રથમ સપ્તાહ દરમિયાન દરરોજ ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા. જો આપણે વર્તમાન પરિસ્થિતિ પર નજર કરીએ તો દરરોજ સરેરાશ 40 થી 45 હજાર કેસ નોંધાય છે. આ અનુસાર, નિષ્ણાતોએ ત્રીજી લહેરમાં કોરોનાના નવા કેસોમાં 50 ટકાનો વધારો થવાનો અંદાજ લગાવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

13 જુલાઇએ, દેશમાં કોરોનાના 31,443 કેસ નોંધાયા હતા, જ્યારે 14 જુલાઈએ તે વધીને 38,792 થઈ ગયા હતા. 15 જુલાઇએ 41,806, 16 જુલાઇએ 38,949, 17 જુલાઈએ 38,079 અને ફરીથી 18 જુલાઈએ 41 હજારથી વધુ કેસ નોંધાયા છે.

નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી(Election) અને કોવિડની ગાઈડલાઈન(Covid Guideline)નાં નિયમોનું ઉલ્લંઘન એ બીજી લહેરનું મુખ્ય કારણ હતું. આ વખતે પણ, લોકોની બેદરકારી, અનિયંત્રિત ભીડ અને રસીકરણ પૂર્ણ થાય તે પહેલાં બધું ખોલવાની છૂટ, ત્રીજી લહેર માટે મુખ્ય કારણો બની શકે છે.

આગામી 100 થી 125 દિવસ દેશ માટે સૌથી મુશ્કેલ છે, કારણ કે આ દિવસોમાં રસીકરણ(Vaccination) 50 થી 60 ટકા સુધી પહોચાડવું પડશે અને તે જ સમયગાળામાં નવી લહેરને ફેલાતી પણ રોકવી પડશે.

દેશમાં કોરોનાની બીજી લહેર હજી પુરી નથી થઈ. કેરળ અને મહારાષ્ટ્રમાં કોરના વાયરસના કેસમાં એકાએક વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,157 નવા દર્દીઓ મળી આવ્યા છે, જ્યારે  518 લોકોનાં કોરોનાનાં કારણે મોત નીપજ્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 3,11,06,065 થઈ ગઈ છે.

કોરોનાને કારણે વધુ 518 લોકોએ જીવ ગુમાવતાં મૃત્યુઆંક વધીને 4,13,609 પર પહોંચી ગયો છે ત્યારે  42,004 દર્દીઓને એક દિવસમાં રજા આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં 3,02,69,796 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.

નિષ્ણાતો કહે છે કે હજી હજી મોડુ નથી થયું. જો દેશનો દરેક વ્યક્તિ નિયમોની કાળજી લે અને પાલન કરે, તો પરિસ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે.દેશ હજી બીજી લહેરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ જો લોકો સહકાર નહીં આપે તો દેશ બીજી લહેરમાંથી બહાર આવે તે પહેલાં ત્રીજી લહેર ફેલાઈ જશે.

 

Next Article