NDAમાં મહિલા કેડેટનો સમાવેશ કેમ નહીં ? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સંરક્ષણ મંત્રાલયને પૂછ્યું છે કે NDA અને નેવલ એકેડેમીમાં સશસ્ત્ર દળોની તાલીમમાં મહિલા કેડેટનો સમાવેશ શા માટે નથી કરવામાં આવી રહ્યો?

NDAમાં મહિલા કેડેટનો સમાવેશ કેમ નહીં ? સુપ્રીમે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 11, 2021 | 4:05 PM

સુપ્રીમ કોર્ટે બુધવારે સંરક્ષણ મંત્રાલયને પૂછ્યું છે કે નેશનલ ડિફેન્સ એકેડમી ( NDA ) અને નેવલ એકેડેમીમાં સશસ્ત્ર દળોની તાલીમમાં મહિલા કેડેટનો સમાવેશ શા માટે નથી કરવામાં  આવી રહ્યો? સુપ્રિમ કોર્ટે બુધવારે કેન્દ્રને એક અરજી પર નોટિસ ફટકારી છે કે જેમાં પ્રતિષ્ઠિત નેશનલ ડિફેન્સ એકેડમી (NDA ) માં લાયક અને રસ ધરાવતા મહિલા ઉમેદવારોનો સમાવેશ ન કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓને ફક્ત લિંગભેદના આધારે NDA માં સમાવવામાં આવતી નથી, જે સમાનતાના મૂળભૂત અધિકારોનું કથિત ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી જવાબ માંગ્યો એડવોકેટ કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આ મામલે કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કેન્દ્ર, NDA, સંરક્ષણ વિભાગ, ચીફ ડિફેન્સ સ્ટાફ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ને નોટિસ ફટકારી છે. ચીફ ડિફેન્સ સ્ટાફ અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન લાયક પુરુષ ઉમેદવારોની અરજીઓ પર આમંત્રણ આપે છે અને NDAમાં પ્રવેશ માટે પરીક્ષા લે છે.

CJI બોબડેની ખંડપીઠ દ્વારા સુનાવણી  અરજીમાં સંબંધિત અધિકારીઓને નિર્દેશ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે કે લાયક મહિલા ઉમેદવારોને નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડેમીની પરીક્ષા આપવા દેવામાં આવે તેમજ NDAમાં તાલીમ આપવામાં આવે. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ વી. રામસુબ્રમણ્યન પણ સામેલ હતા. ખંડપીઠે આ મામલે પક્ષકાર બનાવવા માટે ઉત્તરપ્રદેશની મહિલા વતી દાખલ કરેલી અરજી પણ સ્વીકારી હતી.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સેનામાં મહિલા અધિકારીઓનું કાયમી કમિશન  એડવોકેટ કુશ કાલરા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલા  ઐતિહાસિક ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં સુપ્રીમ કોર્ટે સેનામાં મહિલા અધિકારીઓના કાયમી કમિશન અને કમાન્ડ પોસ્ટિંગનો નિર્દેશ આપ્યો હતો.

Latest News Updates

રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
g clip-path="url(#clip0_868_265)">