Ayodhya: ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સાગનું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરનું જ કેમ? જુઓ Video

ચંદ્રપુરના જંગલોમાંથી મળતું સાગનું લાકડું ભારતભરમાં જાણીતું છે અને તેને પ્રીમિયર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના નિર્માણમાં 1800 ક્યુબિક મિટર લાકડાનો ઉપયોગ થનાર છે.

Ayodhya: ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સાગનું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરનું જ કેમ? જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 7:55 PM

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં વપરાશ માટે સાગનું લાકડું મહારાષ્ટ્રના ચંદ્રપુરના બલ્લારપુર ડેપોથી મોકલવામાં આવી રહ્યું છે. આ માટે મંદિર ખાતે કાષ્ઠ પૂજન કાર્યક્રમનું આયોજન પણ થશે. મહારાષ્ટ્રના મંત્રીઓ ઉપરાંત ઉત્તર પ્રદેશના મંત્રીઓ તથા ભાજપના કાર્યકરો અને વિશાળ જનમેદની આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી પણ શક્યતા છે. ચંદ્રપુરના બલ્લારપુર ખાતેથી શ્રી રામ મંદિરના નિર્માણ માટે સાગના લાકડા અયોધ્યા મોકલવામાં આવી રહ્યા છે. હાલમાં જ્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રામ મંદિરનું લગભગ 70 ટકા પૂર્ણ થઈ ગયું છે. મંદિરનું ગર્ભગૃહ પણ આકાર લઈ રહ્યું છે.

રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્વીટ કરી અપાઈ માહિતી

5 ઓગસ્ટ 2020 ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન કરીને રામ જન્મભૂમિ સંકુલમાં મંદિરના નિર્માણ કાર્યની શરૂઆત કરી હતી. રામ મંદિરના દ્વાર માટે લાકડાની વાત આવી એટલે ટ્રસ્ટ દ્વારા એક્સપર્ટની સલાહ લેવામાં આવી ત્યારબાદ બલ્લારપુર ખાતેથી આ સાગના લાકડા મંગાવવામાં આવ્યા છે.

Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?

જુઓ વિડીયો

આ પણ વાંચો : અયોધ્યાના Ram Mandir માં આ દિવસે બિરાજમાન થશે ભગવાન શ્રી રામ, ગર્ભગૃહનો ફોટો આવ્યો સામે

ચંદ્રપુરનું સાગનું લાકડું જ કેમ?

ચંદ્રપુર એ મહારાષ્ટ્રના પૂર્વમાં સ્થિત છે. અહીં ગોંડકાલીન પ્રાચીન ઐતિહાસિક ધરોહર છે. ખાસ કરીને મહાકાલી દેવી, અંચલેશ્વર મંદિર જે 550 વર્ષ પ્રાચીન ગોંડ રાજાઓ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં પ્રાચીન કિલ્લાઓ પણ આવેલા છે. ચંદ્રપુરના જંગલોમાંથી મળતું સાગનું લાકડું ભારતભરમાં જાણીતું છે અને તેને પ્રીમિયર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી રામ મંદિરના નિર્માણમાં 1800 ક્યુબિક મિટર લાકડાનો ઉપયોગ થનાર છે જે તમામ લાકડું ચંદ્રપુરથી મોકલવામાં આવ્યું છે.

લાકડામાંથી ભવ્ય દ્વારનું થશે નિર્માણ

ચંદ્રપુરથી લવાયેલ આ લાકડું કે જેમાંથી મંદિરનો ભવ્ય દ્વાર બનાવવામાં આવશે. મહત્વનું છે કે મંદિરના દ્વાર સાથે તમામ વસ્તુઓ વિવિધ અજાયબીઓ સાથે કે જે લોકોને નવાઈ લાગે તેવી રીતે બનાવવામાં આવી રહી છે. જે આગામી સમયમાં ખૂબ આકર્ષણનું કેન્દ્ર બનશે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">