ઉમેશ પાલ મર્ડર કેસમાં પહેલીવાર માફિયા ડોન અતીક અહેમદના પુત્ર અસદનું નામ મોટા પડદા પર સામે આવ્યું છે. ઉમેશ પાલની હત્યાના દિવસથી જ પ્રયાગરાજ પોલીસ અને એસટીએફ અસદને શોધી રહી હતી. હવે પોલીસે એન્કાઉન્ટર દરમિયાન અસદને ઠાર કર્યો છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન અનિવાર્ય છે કે આખરે અસદ કોણ છે. હકીકતમાં અસદ પ્રયાગરાજના માફિયા ડોન અતીક અહેમદ અને શાઈસ્તા ખાનનો ત્રીજો પુત્ર છે.
નાનપણથી જ તેણે પોતાના ઘરમાં બોમ્બ અને દારૂગોળો બનાવતા જોયા હતા. એ દિવસોમાં જ્યારે બાળકો રમકડાં વડે રમતા હતા ત્યારે તે પિસ્તોલ વડે રમવાનું શરૂઆત કરી દીધું હતું. શરૂઆતથી જ, તેણે તેના પિતા અતીક અને કાકા અશરફને તેના ગોડફાધર તરીકે જોયા અને તેમની જેમ જ ગુનાખોરીની દુનિયામાં જવા માંગતો હતો. મહત્વની વાત એ છે કે, અસદ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો, પરંતુ કિશોરાવસ્થામાં તે તેના પિતા અને કાકાના રવાડે ચડ્યો અને તેણે વકીલ બનવાનું સ્વપ્ન છોડી દીધું અને શાર્પ શૂટર બની ગયો.
અતીક તેના ગુનાહિત ઈતિહાસના પરિણામોથી વાકેફ હોવાથી તેણે અસદને ગુનાના ક્ષેત્રમાં પ્રવેશતા અટકાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આટલા સમયમાં અસદ બોમ્બ બનાવતા શીખી ગયો હતો. એકવાર તેને બોમ્બ બાંધતો જોઈને અતીકનો આત્મા પણ કંપી ગયો. જે તે દિવસોમાં અતીકની ધરપકડ કરવામાં આવી હતી અને તે દરમિયાન અસદને ચમકાવાની પૂરી તક મળી હતી. ટૂક સમયમાજ અસદ શાર્પ શૂટર બની ગયો.
આ પણ વાંચો : અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું યુપી પોલીસે કર્યુ એન્કાઉન્ટર, શૂટર મોહમ્મદ ગુલામ પણ માર્યો ગયો
પ્રયાગરાજમાં તૈનાત નિવૃત્ત આઈપીએસ આરકે ચતુર્વેદીનું કહેવું છે કે, જ્યારે તેઓ એસએસપી તરીકે અલ્હાબાદ પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે, ચકિયા વિસ્તારથી વધુ સંવેદનશીલ બીજી કોઈ જગ્યા નથી. તે કહે છે કે જે તે સમયે અલાહાબાદનો ચકિયા મોહલ્લા આખી દુનિયામાં જાણીતો બની રહ્યો હતો.
તેનું કારણ માત્ર અને માત્ર અતીક છે. પરંતુ વાસ્તવમાં એવું નહોતું. અશરફ, અલી, અસદ વગેરે અતીકના પડછાયા હેઠળ તેના ગુનાહિત ધંધાને ધાર આપી રહ્યા હતા. તેમણે કહ્યું અસદ બાળપણમાં અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતો. તે મોટો થઈને વકીલ બનવા માંગતો હતો. પરંતુ તેના ગેંગસ્ટર પિતાનો એવો પડછાયો હતો કે તે ગુનેગાર બની ગયો.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…