WHO ના નકશામાં જમ્મુ-કશ્મીરને બતાવ્યું ચીન અને પાકિસ્તાનનો ભાગ, જાણો ક્યાં નેતાએ PM મોદીને લખ્યો પત્ર ?

|

Jan 30, 2022 | 11:54 PM

સાંસદે પોતાના પત્રમાં કહ્યું કે તેને તાત્કાલિક સુધારવું જોઈએ અને પૂછવું જોઈએ કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે છે.

WHO ના નકશામાં જમ્મુ-કશ્મીરને બતાવ્યું ચીન અને પાકિસ્તાનનો ભાગ, જાણો ક્યાં નેતાએ PM મોદીને લખ્યો પત્ર ?
Indian Map in WHO Site

Follow us on

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને (MP Dr. Shantanu Sen) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના નકશા (Map) માં જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir) ને પાકિસ્તાન (Pakistan) અને ચીન (China) નો ભાગ દર્શાવવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. ડૉ. સેને આના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય મંચોમાં તેનો ઉગ્ર વિરોધ કરવાની માગ કરી છે. આ બાબત પર વડાપ્રધાનનું ધ્યાન દોરતાં તેમણે લખ્યું કે, હું તમારા ધ્યાન પર લાવવા માંગુ છું કે જ્યારે હું કોવિડની વૈશ્વિક સ્થિતિ જાણવા માટે WHOની વેબસાઇટ પર ગયો ત્યારે મેં એક નકશો જોયો, કે જેમાં જમ્મુ-કશ્મીરને બે અલગ રંગોમાં દર્શાવવામાં આવ્યું છે.

વધુમાં પત્રમાં તે આગળ લખે છે કે ભારતના લીલા રંગ વાળા ભાગમાં ક્લિક કરવામાં આવ્યું ત્યારે તેમાં પાકિસ્તાન (Pakistan) ની કોરોના સ્થિતિ વિશે માહિતી દર્શાવવામાં આવી હતી અને બીજા અન્ય એક ભાગમાં ક્લિક કરવામાં આવ્યું ત્યારે ચીન (China) ની કોરોનાની માહિતી દર્શાવવામાં આવી હતી. તેણે આગળ લખ્યું કે તે નકશામાં અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ને પણ ભારત (India) થી અલગ બતાવવામાં આવ્યુ છે.

ડો. સેને આગળ લખ્યું કે હું માનું છું કે આ એક ગંભીર આંતરરાષ્ટ્રીય મામલો છે અને સરકારે તેની તપાસ કરવી જોઈએ અને સમય પહેલા તેના પર પગલાં લેવા જોઈએ. TMC સાંસદે પોતાના પત્રમાં કહ્યું કે તેને તાત્કાલિક સુધારવું જોઈએ અને પૂછવું જોઈએ કે આટલી મોટી ભૂલ કેવી રીતે થઈ શકે છે. અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓની જેમ, આ મુદ્દે પણ સરકારે કડક વલણ અપનાવું જોઈએ.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

આ પણ વાંચો: Britain : 5 થી 11 વર્ષના લગભગ 5 લાખ બાળકોને આપવામાં આવશે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ

આ પણ વાંચો: રશિયા-યૂક્રેન તણાવ વચ્ચે NATO માટે વધુ સૈનિકો ઇચ્છે છે બ્રિટન, બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને આપ્યુ નિવેદન

Next Article