કોણ છે ‘પેટલ ગેહલોત’, જેણે પાકિસ્તાનની બોલતી બંધ કરી? એક જવાબથી જ શાહબાઝ શરીફ ફફડી ગયો

ઈન્ડિયન ડિપ્લોમેટ 'પેટલ ગેહલોત' તાજેતરમાં એક ચર્ચાનો વિષય બની છે. પેટલ ગેહલોતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને એક એવો જવાબ આપ્યો કે, જેણે બધાનું ધ્યાન તેની તરફ ખેંચી લીધું.

કોણ છે પેટલ ગેહલોત, જેણે પાકિસ્તાનની બોલતી બંધ કરી? એક જવાબથી જ શાહબાઝ શરીફ ફફડી ગયો
Image Credit source: TV9 Telugu
| Updated on: Sep 27, 2025 | 2:29 PM

પાકિસ્તાનને UNGA માં ફરી એકવાર યોગ્ય જવાબ મળ્યો છે. ઈન્ડિયન ડિપ્લોમેટ પેટલ ગેહલોતે યુએનના મંચ પરથી પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કર્યો છે. ગેહલોતે કહ્યું કે, આ એ જ પાકિસ્તાન છે જેણે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો. એવામાં ચાલો જાણીએ કે, પેટલ ગેહલોત કોણ છે જેણે યુએન મહાસભામાં હિંમતથી વાત કરી હતી?

પેટલ ગેહલોત એક સિંગર છે

દિલ્હીમાં જન્મેલી પેટલ ગેહલોતે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેણે વિદેશ મંત્રાલયમાં અંડર સેક્રેટરી તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. ગેહલોત રાજનીતિવિષયક (Political) માં તો એક્સપર્ટ છે અને એમાંય સિંગિંગનો શોખ ધરાવે છે.

યુએનજીએમાં પાકિસ્તાની વડાપ્રધાનના ભાષણ પર ભારતના વિચારો હિંમતભેર રજૂ કરનાર પેટલ ગેહલોત એક પ્રોફેશનલ ડિપ્લોમેટ છે. ગેહલોતનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સ અને સોશિયોલોજીમાં બેચલરની ડિગ્રી મેળવી છે.

આ પછી ગેહલોત ઘરે પરત ફરી અને વર્ષ 2010 થી 2012 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીની ‘લેડી શ્રી રામ કોલેજ’માંથી પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. વધુમાં, તેણે વર્ષ 2018 થી 2020 દરમિયાન યુએસએના મોન્ટેરેમાં મિડલબરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંથી ભાષા અર્થઘટન અને અનુવાદ (Language Interpretation and Translation) માં માસ્ટર ડિગ્રી મેળવી.

સોશિયલ મીડિયા પર સોંગ વાયરલ

ગેહલોતે Indian Foreign Service (IFS) માં જોડાઈને ડિપ્લોમેટ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે સૌપ્રથમ ભારતના વિદેશ મંત્રાલયમાં અંડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી, ત્યારબાદ વર્ષ 2024 માં યુએનમાં એડવાઇઝર તરીકેની ભૂમિકા ભજવી હતી. ગેહલોત વર્ષ 2023 માં યુએનમાં ભારતના સ્થાયી મિશનમાં ફર્સ્ટ સેક્રેટરી બની હતી. આ સિવાય ગેહલોત એક સારી સિંગર પણ છે અને વારંવાર સોશિયલ મીડિયા પર પોતાના ગીતો શેર કરે છે.


સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઓપરેશન સિંદૂરમાં પોતાની જીતનો દાવો કર્યો હતો. આના જવાબમાં, ભારતીય ડિપ્લોમેટ પેટલ ગેહલોતે કહ્યું કે, આજે સવારે સભામાં પાકિસ્તાની વડાપ્રધાનની એક નોટંકી જોવા મળી, જેમણે ફરી એકવાર આતંકવાદને મહિમા આપ્યો, જે તેમની વિદેશ નીતિનો કેન્દ્રબિંદુ છે.

ખોલી પાકિસ્તાનની પોલ

ગેહલોતે વધુમાં કહ્યું કે, કોઈપણ પ્રકારના નાટક અને જુઠ્ઠાણાને છુપાવી શકાતું નથી. આ એ જ પાકિસ્તાન છે કે, જેણે 25 એપ્રિલે પહેલગામમાં થયેલા ક્રૂર હત્યાકાંડની જવાબદારીથી પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટને બચાવ્યું હતું.

ગેહલોતે એ પણ કહ્યું કે, આ આતંકવાદી દેશે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો, જ્યારે આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદાર હોવાનો દેખાવો કરતા ત્યાંના મંત્રીઓએ દાયકાઓ સુધી આતંકવાદી શિબિરો ચલાવવાની કબૂલાત કરી હતી.

ત્રીજુ વિશ્વયુદ્ધ 2026માં થશે, તેવી બાબા વેંગાની ભવિષ્યવાણીમાં કેટલુ તથ્ય? શું રશિયા, અમેરિકા અને ચીન માટે રહેશે લોહિયાળ વર્ષ? -વાંચો

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો