ભારત બાયોટેકની કોરોના રસી Covaxinને મળી WHOની મંજુરી

|

Nov 03, 2021 | 6:11 PM

covaxin who approval : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ભારતમાં ઉત્પાદિત કોરોનાવાયરસ રસી કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

ભારત બાયોટેકની કોરોના રસી Covaxinને મળી WHOની મંજુરી
Covaxin - File Photo

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બુધવારે ભારતમાં ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા ઉત્પાદિત કોરોનાવાયરસ રસી કોવેક્સિન (Covaxin) ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.ભારત બાયોટેકે 19 એપ્રિલના રોજ ઈમરજન્સી ઉપયોગની યાદીમાં કોવોક્સિનનો સમાવેશ કરવા માટે અરજી કરી હતી. કંપની દ્વારા WHOની ટેકનિકલ કમિટી સમક્ષ અનેક પ્રકારના ડેટા પણ રજૂ કરવામાં આવ્યા હતા. WHOએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે Covaxinના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી મંજૂરી મળ્યા બાદ હવે જે લોકો કોવેક્સિન રસી લગાવી ચૂક્યા છે તેઓ કોઈપણ પ્રતિબંધ વિના વિદેશ પ્રવાસ કરી શકશે. WHO દ્વારા અત્યાર સુધીમાં કોવેક્સિન સિવાય 6 રસીઓ મંજૂર કરવામાં આવી છે. આમાં ફાઈઝર (Pfizer), કોવિશીલ્ડ (Covishield), જોન્સન એન્ડ જોન્સન Johnson & Johnson), મોડર્ના (Moderna), સીનોફાર્મની BBIBP-CorV અને અને સિનોવાકની કોરોનાવેક (CoronaVac)નો સમાવેશ થાય છે.

WHOએ ઘણા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ કોવેક્સિનને મંજૂરી આપી છે. ભારત બાયોટેકે 19 એપ્રિલના મહિનામાં જ તેનું પ્રેઝન્ટેશન મોકલ્યું હતું. આમ છતાં સ્વદેશી કંપનીને લાંબો સમય રાહ જોવી પડી. અગાઉની બેઠકના સંદર્ભમાં WHOએ કહ્યું હતું કે, ‘ટેકનિકલ સલાહકાર જૂથે બેઠકમાં નિર્ણય લીધો હતો કે રસીના વૈશ્વિક ઉપયોગને ધ્યાનમાં રાખીને અંતિમ લાભ-જોખમ મૂલ્યાંકન માટે ઉત્પાદક પાસેથી વધારાની સ્પષ્ટતા માંગવાની જરૂર છે.’ ત્યારબાદ બીજી વખત WHO એ ભારત બાયોટેક પાસેથી સ્પષ્ટતા માંગી હતી. ગ્લોબલ હેલ્થ એજન્સીએ પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે રસી સલામત અને અસરકારક છે તેની ખાતરી કરવા માટે તેનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવાની જરૂર પડશે.

ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બરને સોમવારે ઓસ્ટ્રેલીયા બાદ વધુ પાંચ દેશોએ ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સિનને માન્યતા આપી દીધી છે. આ પાંચ દેશોમાં એસ્ટોનિયા, કિર્ગિસ્તાન, પેલેસ્ટાઈન, મોરેશિયસ અને મોંગોલિયાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : બાલાકોટ એરસ્ટ્રાઈકના હીરો અભિનંદન વર્ધમાનનું થયું પ્રમોશન, ગ્રુપ કેપ્ટન બનાવાયા

આ પણ વાંચો : કાશ્મીર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા પાકિસ્તાનની ખુલી પોલ, શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને મંજૂર ન આપી

Published On - 5:39 pm, Wed, 3 November 21

Next Article