દુનિયાનું સૌથી ખતરનાક ડ્રોન કયું ? શું ભારત પાસે છે આ ઘાતક હથિયાર ?

Pakistan Drone Attack : ભારતના ઓપરેશન સિંદૂર પછી, ગભરાયેલા અને ડરી ગયેલા પાકિસ્તાન તરફથી ભારતમાં કાશ્મીર-લદ્દાખથી લઈને ગુજરાત સુધીમાં ડ્રોન હુમલાઓ ખૂબ જોવા મળી રહ્યા છે. પાકિસ્તાને 1-2 દિવસમાં ભારતના 26 થી વધુ શહેરોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાન અન્ય દેશોના શસ્ત્રો પર કૂદી રહ્યું છે. પરંતુ ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ સંજોગોમાં અહીં જાણો વિશ્વનુ સૌથી ખતરનાક ડ્રોન કયુ છે. શું ભારત પાસે છે આ ડ્રોન.

દુનિયાનું સૌથી ખતરનાક ડ્રોન કયું ? શું ભારત પાસે છે આ ઘાતક હથિયાર ?
| Edited By: | Updated on: May 10, 2025 | 4:55 PM

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસમાં તણાવ ઘણો વધી ગયો છે. તુર્કી અને અન્ય દેશોના શસ્ત્રો પર આધાર રાખીને, પાકિસ્તાન ભારતને નિશાન બનાવી રહ્યું છે. જોકે, ભારતે તેમના બધા જ ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે દુનિયાનું સૌથી ખતરનાક ડ્રોન કયું છે? શું ભારત પાસે આવું અચૂક હથિયાર છે. તમને જાણીને ખુશી થશે કે, ભારત પાસે દુનિયાનું સૌથી શક્તિશાળી અને ખતરનાક ડ્રોન MQ9 રીપર છે. આ ડ્રોનની વિશેષતાઓ તમને આશ્ચર્યચકિત કરશે.

વિશ્વનો સૌથી ખતરનાક MQ-9 રીપર ડ્રોન

MQ-9 રીપરને વિશ્વનો સૌથી ખતરનાક અને અદ્યતન ડ્રોન માનવામાં આવે છે. તે અમેરિકા દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ દુશ્મન પર નજર રાખવા, જાસૂસી કરવા અને હુમલો કરવા માટે થાય છે. આ ડ્રોન ખૂબ લાંબા સમય સુધી અને ખૂબ જ ઊંચાઈએ ઉડી શકે છે. આ ઉપરાંત, તે દુશ્મનના લક્ષ્યો પર ચોકસાઈથી અચૂક હુમલો કરી શકે છે.

ભારતમાં MQ-9 રીપર

આ ડ્રોનની સૌથી ખાસ વાત તેની મારક શક્તિ અને રેન્જ છે. MQ-9 રીપરની ફ્લાઇટ રેન્જ લગભગ 1900 કિલોમીટર છે અને તે 50,000 ફૂટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. તેની ઝડપ લગભગ 482 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ડ્રોન એક સમયે 1800 કિલો ઇંધણ સાથે ઉડી શકે છે અને 1700 કિલો સુધીના શસ્ત્રોને પણ લઈ જઈ શકે છે.

તેને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવે છે?

MQ-9 રીપરને જમીન પર બેઠેલા બે કમ્પ્યુટર ઓપરેટરો દ્વારા વીડિઓ ગેમની જેમ નિયંત્રિત કરવામાં આવે છે. તેની લંબાઈ 36.1 ફૂટ, પાંખોનો ફેલાવો 65.7 ફૂટ અને ઊંચાઈ 12.6 ફૂટ છે. તેનું ખાલી વજન લગભગ 2223 કિલો છે.

શસ્ત્રોની વાત કરીએ તો, તેમાં 7 હાર્ડ પોઈન્ટ છે. તેમાં 4 AGM-114 હેલફાયર મિસાઈલ છે, જે હવાથી જમીન પર ચોકસાઈથી હુમલો કરે છે. આ ઉપરાંત, તેમાં બે GBU-12 પેવવે II લેસર ગાઈડેડ બોમ્બ પણ લગાવવામાં આવ્યા છે. આ શસ્ત્રો તેને વધુ ખતરનાક બનાવે છે.

શું ભારત પાસે આ ડ્રોન છે?

હવે પ્રશ્ન એ થાય છે કે શું ભારત પાસે આ ડ્રોન છે ? તો જવાબ છે, હા છે, MQ-9 રીપર ડ્રોન માટેનો સોદો ભારત અને અમેરિકા વચ્ચે થઈ ચૂક્યો છે. આ સોદાની કુલ કિંમત લગભગ 34,500 કરોડ રૂપિયા છે. આ ડ્રોનની જાળવણી, સમારકામ અને ઓવરહોલિંગ માટે ભારતમાં એક ખાસ સુવિધા સાથેનુ યુનિટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી તેમની જાળવણી દેશમાં જ થઈ શકે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. એરસ્ટ્રાઈક અંગે અને  ઓપરેશન સિંદૂરને લગતા વધારે સમાચાર જાણવા માટે અમારા ટોપિકને ક્લિક કરો.