દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશન કયા ? કોરોના કાળમાં સર્વે કરીને કેન્દ્ર સરકારે જાહેર કર્યા 10 શ્રેષ્ઠ પોલીસ મથક

|

Dec 03, 2020 | 6:21 PM

કેન્દ્ર સરકાર દ્રારા ગુરુવારે વર્ષ 2020 દરમ્યાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાારા ભારતના ટોપ ટેન પોલીસ સ્ટેશનોની એક યાદી બહાર પાડી છે. મિડીયાને અપાયેલી જાણકારી મુજબ વર્ષ 2015માં ડીજીપી કોન્ફરન્સ ગુજરાત ના કચ્છમાં યોજાઇ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સને આપેલા નિર્દેશનાનુસાર આ યાદી ને દર વર્ષે બહાર પાડવામાં આવી છે. જોકે આ યાદીમાં આ વર્ષે ગુજરાતના […]

દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશન કયા ? કોરોના કાળમાં સર્વે કરીને કેન્દ્ર સરકારે જાહેર કર્યા 10 શ્રેષ્ઠ પોલીસ મથક

Follow us on

કેન્દ્ર સરકાર દ્રારા ગુરુવારે વર્ષ 2020 દરમ્યાન સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાારા ભારતના ટોપ ટેન પોલીસ સ્ટેશનોની એક યાદી બહાર પાડી છે. મિડીયાને અપાયેલી જાણકારી મુજબ વર્ષ 2015માં ડીજીપી કોન્ફરન્સ ગુજરાત ના કચ્છમાં યોજાઇ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોન્ફરન્સને આપેલા નિર્દેશનાનુસાર આ યાદી ને દર વર્ષે બહાર પાડવામાં આવી છે. જોકે આ યાદીમાં આ વર્ષે ગુજરાતના પોલીસ મથકનો સમાવેશ થયો નથી.

અપાયેલી જાણકારી મુજબ શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન માટે વર્ષ 2020નુ સર્વેક્ષણ ગૃહ મંત્રાલય દ્રારા પડકારજનક પરિસ્થીતી વચ્ચે હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી દરમ્યાન કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્રારા નોંધ કરવામાં આવી હતી હતી કે, યાદી માટે પસંદ કરવામા આવેલા પોલીસ મથકોમાં થી એક વિશાળ બહુમત સંખ્યા નાના અને ગ્રામીણક્ષેત્રોની છે. 10 પોલીસ મથકો જે દેશમાં સર્વશ્રેષ્ઠ ના રુપે હતા એવા આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?



પ્રેસ વિજ્ઞપ્તિમાં કહેવામા આવ્યુ છે કે ટોચના 10 પોલીસ સ્ટેશનોને કેટલાંક માપદંડ આધારે 16,671 મથકોને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં થી 75 પોલીસ સ્ટેશનને આગળના ચરણ માટે પણ પસંદ કરાયા હતા. જેમાંથી આખરી તબક્કામાં 10 પોલીસ સ્ટેશનનો દેશના સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
સર્વેક્ષણમાં 4065 જેટલા ઉત્તરદાતાઓએ પણ ભાગ લીધો હતો. કેન્દ્ર સરકારે કહ્યુ હતુ કે, દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ હાલની મહામારીના સમયગાળા દરમ્યાન પણ સહયોગ કર્યો છે.


વર્ષ 2020 ભારતના ટોચના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનની યાદી

1. નોંગપોક સેકમાઇ (થોબલ, મણિપુર)
2. એડબ્લ્યુપીએસ-સુરમંગલમ (સાલેમ, તમિલનાડુ)
3. ખારસંગ (ચાંગલાંગ, અરુણાચલ પ્રદેશ)
4. ઝિલમિલી (સુરજપુર, છત્તીસગ)
5. સાંગેમ (દક્ષિણ ગોવા, ગોવા)
6. કાલીઘાટ (ઉત્તર અને મધ્ય અંદમાન, આંદામાન અને નિકોબાર આઇલેન્ડ્સ)
7. પાકિઓંગ (પૂર્વ જિલ્લો, સિક્કિમ)
8. કંથ (મોરાદાબાદ, ઉત્તર પ્રદેશ)
9. ખાનવેલ (દાદરા અને નગર હવેલી, દાદરા અને નગર હવેલી)
10. જમમીકુંતા ટાઉન (કરીમનગર, તેલંગાણા)

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:00 pm, Thu, 3 December 20

Next Article