AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્યાં, ક્યારે અને કેવી રીતે જોવું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ? નોંધી લો આ વિગતો

પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ જોવા માટે અયોધ્યા ન જઈ શકો તો ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્યક્રમ તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો પણ ક્યાં જોવો, કેટલા વાગે જોવો તે અંગે તમારી પાસે કોઈ માહિતી નથી તો ચિંતાના કરો આજના આ લેખમાં અમે આપને તે જ જણાવવા જઈ રહ્યા છે.

ક્યાં, ક્યારે અને કેવી રીતે જોવું રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ? નોંધી લો આ વિગતો
live Streaming of Ram Mandir Pran Pratishtha
| Updated on: Jan 21, 2024 | 6:14 PM
Share

22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યામાં અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે રામભક્તોની વર્ષોની રાહનો અંત આવશે. જો તમે આ ખાસ પ્રસંગ જોવા માટે અયોધ્યા ન જઈ શકો તો ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્યક્રમ તમે ઘરે બેઠા પણ જોઈ શકો છો પણ ક્યાં જોવો, કેટલા વાગે જોવો તે અંગે તમારી પાસે કોઈ માહિતી નથી તો ચિંતાના કરો આજના આ લેખમાં અમે આપને તે જ જણાવવા જઈ રહ્યા છે.

રામ મંદિર ટ્રસ્ટે અપીલ કરી છે કે તમામ ભક્તો રામ મંદિરના આ ભવ્ય કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાઈ શકે છે. આ કાર્યક્રમ માટે લગભગ 8000 લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, જેમાં રાજકારણીઓ, અભિનેતાઓ, ક્રિકેટરો અને અન્ય ઘણી રમતોના ખેલાડીઓ સહિત ઘણી મોટી હસ્તીઓ સામેલ છે.

પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું ?

તમે ડીડી ન્યૂઝ અને ઘણી રાષ્ટ્રીય ચેનલો પર આ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ ઘરે બેઠા જોઈ શકો છો. આ ઉપરાંત, તમે ડીડી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર તેનું જીવંત પ્રસારણ પણ જોઈ શકો છો. ડીડી ન્યૂઝે અયોધ્યામાં વિવિધ સ્થળોએ 40 કેમેરા લગાવ્યા છે. જેના દ્વારા રામ મંદિર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે. સમારંભનું અત્યાધુનિક 4k ટેકનોલોજીમાં પ્રસારણ કરવામાં આવશે.

કેટલા વાગે છે પ્રાણ પ્રતિષ્ઠા?

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:30થી શરુ થશે

રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ મોબાઈલ પર જોઈ શકાય?

જી હા, જો તમે કોઈ કારણોસર ઘરની બહાર છો કે પછી ટીવી નથી પણ મોબાઈલ ફોન છે તો તેના પર તમે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લાઈવ નિહાળી શકો છો ચાલો જાણીએ કેવી રીતે

  • તમને રામ મંદિર સાથે સંકળાયેલ દૂરદર્શનની યુટ્યુબ ચેનલ પર પ્રાણ-પ્રતિષ્ઠાનું લાઈવ ટેલિકાસ્ટ જોવાનો વિકલ્પ પણ મળશે.
  • તમારા ફોન પર Jio Cinema એપ ડાઉનલોડ કરો. Jio સિનેમા એપમાં પ્રાણ-પ્રતિષ્ઠા નામનો એક સમર્પિત વિભાગ બનાવવામાં આવ્યો છે, જેમાં આ ભવ્ય કાર્યક્રમની સંપૂર્ણ તસવીર બતાવવામાં આવશે.
  • તમે X (જૂનું નામ ટ્વિટર) પર રામજન્મભૂમિ ટ્રસ્ટ નામના એકાઉન્ટને ફોલો કરી શકો છો. આ એકાઉન્ટ પર પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમના રીઅલ-ટાઇમ અપડેટ્સ આપવામાં આવશે.
  • ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રામ મંદિર ટ્રસ્ટના અધિકૃત એકાઉન્ટ પણ બનાવવામાં આવ્યા છે. તેના પર લાઈવ પ્રસારણ ચાલુ રહેશે

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">