વારાણસીની બેઠક પરથી PM મોદી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ગુજરાતી સમાજમાં છવાયો છે આવો ઉત્સાહનો માહલો
ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવતીકાલે લોકસભાનું મતદાન થશે. ત્યારે વારાણસીમાં વસતા ગુજરાતી સમાજમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ઉમેદવાર હોવાથી ગુજરાતી સમાજના લોકોમાં ઉત્સાહ છવાયેલો છે. તેઓ મતદાનના દિવસને ઉત્સવની જેમ ઉજવશે. ત્યારે શું છે વારાણસીના ગુજરાતી સમાજના મનની વાત. જુઓ વીડિયો આ પણ વાંચોઃ વારાણસીથી PM મોદી સહિત 7માં તબક્કામાં […]

ઉત્તરપ્રદેશના વારાણસીમાં આવતીકાલે લોકસભાનું મતદાન થશે. ત્યારે વારાણસીમાં વસતા ગુજરાતી સમાજમાં મતદાનને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠકથી ઉમેદવાર હોવાથી ગુજરાતી સમાજના લોકોમાં ઉત્સાહ છવાયેલો છે. તેઓ મતદાનના દિવસને ઉત્સવની જેમ ઉજવશે. ત્યારે શું છે વારાણસીના ગુજરાતી સમાજના મનની વાત. જુઓ વીડિયો

મહત્વનું છે કે, વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડી રહ્યા છે. અંતિમ તબક્કો ભાજપ માટે અતિ મહત્વનો છે. 2014માં ભાજપને આ 59 બેકોમાંથી 33 બેઠકો મળી હતી જ્યારે એનડીએને 39 બેઠકો મળી હતી. તો યુપીએને કુલ 7 અને અન્યોને 13 બેઠકો મળી હતી. જો 2014ની લોકસભા ચૂંટણી પરિણામોની રાજ્યવાર વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશની 13માંથી ભાજપે 12 બેઠકો જીતી હતી જ્યારે એક બેઠક અપના દળને મળી હતી. તો પંજાબની 12 બેઠકોમાંથી શિરોમણી અકાલી દળને 4 અને ભાજપને 2 બેઠક મળી હતી જ્યારે આમ આદમી પાર્ટીને 4 તો કૉંગ્રેસને 3 બેઠકો મળી હતી.
