BIRTHDAY SPECIAL: NETAJIનાં મોતનું રહસ્ય હજુ સુધી અકબંધ, આખરે એવું તે શું કારણ છે?

માનવામાં આવી રહ્યું છે કે, 18 ઓગસ્ટ 1945 ના રોજ નેતાજી વિમાન દ્વારા મંચુરિયા જઈ રહ્યા હતા અને આ યાત્રા બાદ તેઓ ગાયબ થઈ ગયા.

BIRTHDAY SPECIAL: NETAJIનાં મોતનું રહસ્ય હજુ સુધી અકબંધ, આખરે એવું તે શું કારણ છે?
Netaji Subhas Chandra Bose

આઝાદીના નાયક રહી ચૂકેલા નેતાજી(NETAJI) સુભાષચંદ્ર બોઝના(SUBHAS CHANDRA BOSE) નિધનના 75 વર્ષથી વધુનો સમય હોવા છતાં આજે પણ તેનું નિધન શંકાના દાયરામાં છે. નેતાજીનો જન્મ 23 જાન્યુઆરી 1897 ના રોજ થયો હતો. નેતાજીના રહસ્યમય મોત(NETAJI DEATH MYSTERY) સાથે વિમાન દુર્ઘટનાની શંકા આ સાથે જ એક મોટો સવાલ એ છે કે જાપાનમાં રાખવામાં આવેલા અસ્થિ ખરેખર નેતાજીના જ હતા તો તેમને હજી સુધી ભારત કેમ નથી લાવવામાં આવ્યા.

માનવામાં આવી રહ્યું છે કે, 18 ઓગસ્ટ 1945 ના રોજ નેતાજી વિમાન દ્વારા મંચુરિયા જઈ રહ્યા હતા અને આ યાત્રા બાદ તેઓ ગાયબ થઈ ગયા. પરંતુ જાપાનની સંસ્થાએ 23 ઓગસ્ટના રોજ સમાચાર જાહેર કર્યા હતા કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું વિમાન તાઇવાનમાં ક્રેશ થયું હતું. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પરંતુ થોડા દિવસો પછી જાપાની સરકારે દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી કે 18 ઓગસ્ટ 1945 ના રોજ તાઇવાનમાં વિમાન ક્રેશ (PLANE CRASH) થયું નથી. જેને લઈને આજે પણ નેતાજીના મોતનું રહસ્ય જાહેર થઈ શક્યું નથી.

ભારત સરકારે આરટીઆઈના જવાબમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમનું મોત વિમાન દુર્ઘટનામાં થયું છે. જોકે સુભાષચંદ્ર બોઝના પરિવારજનો ભારત સરકારથી નારાજ છે અને તેને બેજવાબદાર કૃત્ય ગણાવ્યું છે. નેતાજીના પૌત્ર ચંદ્રકુમાર બોઝે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ રીતે કેવી રીતે પ્રતિક્રિયા આપી શકે છે, જ્યારે આ મામલો હજી ઉકેલાયો નથી.

માનવામાં આવે છે કે સુભાષચંદ્ર બોઝની અસ્થિ ટોક્યોના રેંકોજી મંદિરમાં સુરક્ષિત છે. તાઇવાનમાં વિમાન દુર્ઘટના બાદ નેતાજીના પાર્થિવ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને તેમના અંતિમ અવશેષ ટોક્યો લઈ ગયા હતા. જ્યાં તેમના અવશેષો સપ્ટેમ્બર 1945 થી રેંકોજી મંદિરમાં રાખવામાં આવ્યા છે.

જાપાનથી નેતાજી સુભાષચંદ્ર બોઝના અસ્થિ હજી સુધી ભારત કેમ નથી લાવવામાં આવ્યા તે અંગે જુદી- જુદી સરકારો જુદા જુદા કારણો આપવામાં આવે છે. કેટલાક લોકો જાપાનમાં રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ અને કાવતરું પણ કહે છે. ભાજપના સાંસદ અને ફાયરબ્રાન્ડ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ એક મુલાકાતમાં દાવો કર્યો હતો કે જ્યારે તેઓ પીએમ ચંદ્રશેખરના મંત્રીમંડળમાં પ્રધાન બન્યા ત્યારે તેમની પાસે એક વિચિત્ર વિનંતી આવી હતી. આ વિનંતીમાં જાપાને કહ્યું હતું કે રિંકોજી મંદિરમાં રાખેલા અસ્થિ તમે (ભારત) લઈ જાઓ પરંતુ એક શરતે તમે તેનું ડીએનએ ટેસ્ટ નહીં કરાવી શકો.

બીજી બાજુ તેના પરિવારજનો અસ્થિઓને લઇને ડીએનએ ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખતા હતા. પહેલા નેતાજીની એકમાત્ર પુત્રી અનિતા બોઝે આ માંગ કરી હતી. પાછળથી નેતાજીનો પૌત્ર ચંદ્રકુમાર બોઝ પણ તેમાં જોડાયો હતો. આ સાથે જ તેને ત્યાં સુધી કહ્યું હતું કે, ભારત સરકાર નેતાજીના સંબંધીઓ સાથે આ અસ્થિઓના ડીએનએ સાથેનો રિપોર્ટ આખરે કયા કારણે રોકી રહી છે.

નેતાજી પર આધારીત ‘લેડ ટુ રેસ્ટ: ધ કન્ટ્રોવર્સી ઓવર સુભાષચંદ્ર બોઝ ડેથ’ પુસ્તકના લેખક આશિષ રેનાના જણાવ્યા મુજબ, ભારતમાં સુભાષચંદ્ર બોઝના પરિવાર અને વિષયથી અજાણ લોકો પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પી.વી. નરસિંહ રાવને અટકાવતા હતા. જે બોસના અવશેષોને ભારત પાછા લાવવા માંગતા હતા. રેએ કહ્યું હતું કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ડર બતાવ્યા પછી તેને કારણે કોલકાતામાં રમખાણો થઈ શકે છે. આ પણ એક કારણ છે કે શા માટે સરકારોએ તેમના અવશેષો પાછા લાવવાની હિંમત કરી નથી.

આ પણ વાંચો: IRCTC: પહેલીવાર આ RAILWAY STATION પર લગાવવામાં આવી રહ્યા છે DIGITAL LOCKER ROOM, જાણો શું છે ખાસ

Click on your DTH Provider to Add TV9 Gujarati