National Herald case : નેશનલ હેરાલ્ડનો એવો તો કેવો કેસ છે, જેમાં સોનિયા અને રાહુલ ગાંધી ફસાયા છે, જેલમાં પણ જવું પડી શકે છે ?

|

Jun 13, 2022 | 12:24 PM

2012માં ભાજપના નેતા અને દેશના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

National Herald case : નેશનલ હેરાલ્ડનો એવો તો કેવો કેસ છે, જેમાં સોનિયા અને રાહુલ ગાંધી ફસાયા છે, જેલમાં પણ જવું પડી શકે છે ?
National Herald Building (file photo)

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા છે. નેશનલ હેરાલ્ડ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવશે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને કોરોના થતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવાથી, તેઓ હવે આગામી 23 જૂને ઈડી સમક્ષ હાજર થવાના છે. ત્યારે જાણીએ કે નેશનલ હેરાલ્ડનો (National Herald) સમગ્ર કેસ શુ છે ? જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહીતના લોકોની તપાસ અને પુછપરછ કરવામાં આવે છે.

શું છે નેશનલ હેરાલ્ડ ?

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ 20 નવેમ્બર 1937ના રોજ એસોસિએટેડ જર્નલ લિમિટેડ ( Associated Journal Ltd. AJL) ની રચના કરી હતી. તેમનો હેતુ વિવિધ ભાષાઓમાં અખબારો પ્રકાશિત કરવાનો હતો. ત્યારબાદ અંગ્રેજીમાં નેશનલ હેરાલ્ડ, હિન્દીમાં નવજીવન અને ઉર્દૂમાં કૌમી આવાઝના નામે અખબારો એજેએલ હેઠળ પ્રકાશિત કરાયા હતા.

એસોસિએટેડ જર્નલ લિમિટેડની રચનામાં ભલે પંડિત જવાહરલાલ નેહરુની ભૂમિકા ચાવીરૂપ હતી, પરંતુ તેઓ ક્યારેય તેની માલિકી ધરાવતા નહોતા. કારણ કે, 5000 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ એસોસિએટેડ જર્નલ લિમિટેડને ટેકો આપતા હતા અને તેઓ તેના શેરધારકો પણ હતા. 90ના દાયકામાં આ અખબારોએ ખોટ કરવાનું શરુ કર્યું. વર્ષ 2008 સુધીમાં, AJL પર રૂપિયા. 90 કરોડનું દેવું થઈ ગયુ હતું. આ પછી એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) એ નિર્ણય લીધો કે હવે અખબારો પ્રકાશિત કરવામાં નહીં આવે. અખબારોનું પ્રકાશન બંધ કર્યા બાદ એસોસિએટેડ જર્નલ લિમિટેડ પ્રોપર્ટીના વ્યવસાયમાં આવી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિવાદ ક્યાંથી શરૂ થયો ?

2010માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ (AJL) પાસે 1057 શેરધારકો હતા. નુકસાન વેઠવા પર, તેનું હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડ એટલે કે YIL ને ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના એ જ વર્ષે એટલે કે 2010માં થઈ હતી. જેમાં કોંગ્રેસ પાર્ટીના તત્કાલિન મહાસચિવ રાહુલ ગાંધી ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. રાહુલ ગાંધી અને તેમની માતા સોનિયા ગાંધી, કંપનીમાં 76 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે બાકીના 24 ટકા હિસ્સો કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ (બંનેના અવસાન થયા છે) પાસે હતા.

શેર ટ્રાન્સફર થતાં જ AJLના મૂળ શેરધારકો સામે આવ્યા હતા. ભૂતપૂર્વ કાયદા પ્રધાન શાંતિ ભૂષણ, અલ્હાબાદ અને મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ માર્કંડેય કાત્જુના પિતાના નામે AJLમાં શેર હતા. શાંતિ ભૂષણ અને માર્કંડેય કાત્જુ સહિતના કેટલાક શેરધારકોએ આરોપ મૂક્યો હતો કે જ્યારે YIL એ AJLનું ‘અધિગ્રહણ’ કર્યું ત્યારે તેમને કોઈ સત્તાવાર નોટિસ આપવામાં આવી ના હતી. એટલું જ નહીં, શેર ટ્રાન્સફર કરતા પહેલા શેરધારકોની જરૂરી સંમતિ પણ લેવામાં આવી ના હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ નોંધાવ્યો કેસ

2012માં ભાજપના નેતા અને દેશના જાણીતા વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કર ફર્નાન્ડિસ, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર હતી.

સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે YIL એ રૂ. 2,000 કરોડથી વધુની સંપત્તિ અને નફો મેળવવા માટે નિષ્ક્રિય પ્રિન્ટ મીડિયા આઉટલેટ્સની અસ્કયામતો “ખોટી રીતે” હસ્તગત કરી હતી. સ્વામીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે AJLએ કોંગ્રેસ પાર્ટીના 90.25 કરોડ રૂપિયા વસૂલવાના અધિકારો મેળવવા માટે YILએ માત્ર 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ રકમ અગાઉ અખબાર શરૂ કરવા માટે લોન તરીકે આપવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે AJLને આપવામાં આવેલી લોન “ગેરકાયદેસર” હતી કારણ કે તે પાર્ટી ફંડમાંથી લેવામાં આવી હતી.

EDએ શરૂ કરી તપાસ, કોર્ટે સોનિયા-રાહુલને આપ્યા જામીન

2014માં જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર આવી ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આ મામલાની તપાસ શરૂ કરી હતી. આ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી પર કાર્યવાહીની તલવાર લટકી રહી હતી. જેથી બંને કોર્ટમાં પહોંચ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં 19 ડિસેમ્બર 2015ના રોજ ટ્રાયલ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. 2016 માં, સુપ્રીમ કોર્ટે કેસના તમામ પાંચ આરોપીઓ (સોનિયા, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડિસ અને સુમન દુબે) ને વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિ આપી હતી, તેમની સામેની કાર્યવાહીને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

Next Article