કોરોનાકાળમાં બીજી આફત: શું છે Scrub Typhus બીમારી? એક જીવાતના કરડવાથી જીવ ગુમાવી રહ્યા છે બાળકો

|

Sep 07, 2021 | 12:48 PM

સીડીસી અનુસાર, સ્ક્રબ ટાઇફસ ઓરિએન્ટીયા ત્સુત્સુગામુશી નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ બેક્ટેરિયા ચીગર્સ જંતુના કરડવાથી ફેલાય છે.

કોરોનાકાળમાં બીજી આફત: શું છે Scrub Typhus બીમારી? એક જીવાતના કરડવાથી જીવ ગુમાવી રહ્યા છે બાળકો
What is Scrub Typhus? know its symptoms

Follow us on

વર્ષા ઋતુના આગમન સાથે મચ્છરજન્ય રોગોનો પ્રકોપ વધવા માંડે છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા આવા જીવલેણ રોગો શરુ થઇ ગયા છે. આ દિવસોમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાનો પ્રકોપ છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં સ્થિતિ વધુ ભયાનક બની રહી છે. બાળકો રહસ્યમય પ્રકારનો તાવ આવ્યા બાદ મરી રહ્યા છે. ફિરાઝાબાદમાં પરિસ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં સરકારી આંકડા મુજબ 50 થી વધુ લોકોના મોત થયા છે. જો કે અન્ય અહેવાલોનું માનીએ તો આ રહસ્યમય તાવના કારણે મોતના આંકડા 100 ઉપર છે.

ફિરોઝાબાદ ચીફ મેડિકલ ઓફિસર (ACMO) દિનેશ કુમારે ગત શુક્રવારે સવારે જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં 50 લોકો ડેન્ગ્યુ અને તાવથી મૃત્યુ પામ્યા છે. 9 તહેસીલ અને એક મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ 3,719 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 2,533 તાવથી પીડિત છે. તે જ સમયે, મથુરા, ઝાંસી, ઓરૈયા સહિત ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જિલ્લાની મુલાકાત લીધી છે અને ખાસ આરોગ્ય શિબિરો સ્થાપવા સૂચના આપી છે

આ જીવલેણ સ્ક્રબ ટાયફસ તાવ શું છે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોના વાયરસનું સંક્રમણ હજી પૂરું થયું નથી કે આ રહસ્યમય જીવલેણ તાવથી દરેકની ચિંતા વધી છે. આ રહસ્યમય તાવ કે જેણે રાજ્યભરમાં 60 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે તેની ઓળખ સ્ક્રબ ટાયફસ (Scrub Typhus) તરીકે કરવામાં આવી છે. આ તાવ, જે ચીગર્સ એટલે કે લાર્વા નામની જીવાતના કરડવાથી ફેલાય છે. આ તાવ યુપીના ઘણા જિલ્લાઓમાં ફેલાઈ રહ્યો છે. ફિરોઝાબાદમાં આ તાવના સૌથી વધુ કેસ છે, જ્યારે આગ્રા, મૈનપુરી, એટા, ઝાંસી, ઔરૈયા, કાનપુર, સહારનપુર અને કાસગંજમાં પણ આવા કેસ નોંધાયા છે.

સ્ક્રબ ટાઇફસ તાવ કેવી રીતે ફેલાય છે?

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, સ્ક્રબ ટાઇફસ તાવને શર્બ ટાઇફસ (Shrub Types) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ઓરિએન્ટિયા ત્સુત્સુગામુશી (Orientia Tsutsugamushi) નામના બેક્ટેરિયાને કારણે થાય છે. આ બેક્ટેરિયા ચેપગ્રસ્ત ચીગર્સ (લાર્વા જીવાત) ના કરડવાથી ફેલાય છે. શરીરમાં પ્રવેશતા, આ બેક્ટેરિયા વ્યક્તિને બીમાર બનાવે છે. ચિગર્સ કરડ્યાના 10 દિવસની અંદર આ રોગ ગંભીર બનવા લાગે છે.

આ રોગના લક્ષણો શું છે?

સ્ક્રબ ટાઇફસના લક્ષણો સામાન્ય રીતે 10 દિવસમાં દેખાય છે. Orientia Tsutsugamushi બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત ચીગર્સ જીવાત કરડ્યાના 10 દિવસની અંદર ચેપ ફેલાય છે અને લક્ષણો દેખાવા લાગે છે. તેના લક્ષણો છે:

ચેપગ્રસ્ત વ્યક્તિમાં તાવ
વહેતું નાક
માથાનો દુખાવો
શરીર અને સ્નાયુઓમાં દુખાવો
ચીડિયાપણું
શરીર પર ફોલ્લીઓ

બચવાના ઉપાય

સ્ક્રબ ટાઇફસને રોકવા માટે હજુ સુધી કોઈ રસી નથી. આ કિસ્સામાં, બચાવ જ એ સૌથી અસરકારક પદ્ધતિ છે. લોકોએ ચેપગ્રસ્ત જીવાતથી બચવું જોઈએ. આ જંતુઓ જંગલો, જંગલી વિસ્તારોમાં વધુ હોઈ શકે છે. તેથી આવા સ્થળોએ જવાનું ટાળો. જો તમને કોઈ જંતુ કરડે છે, તો તરત જ તે ભાગને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને એન્ટીબાયોટીક્સ લગાવી લો. હાથ અને પગને યોગ્ય રીતે ઢાંકો. લાંબા અનર પુરા કપડાં પહેરો.

 

આ પણ વાંચો: Big News: રજત બેદીની ગાડીએ મારી એક રાહદારીને ટક્કર, અભિનેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો: ‘નામ? બોન્ડ, જેમ્સ બોન્ડ’: પહેલીવાર હોલિવૂડ ફિલ્મ રિલીઝ થશે ગુજરાતી ભાષામાં, જુઓ ગુજરાતી ટ્રેલર

Next Article