સૌથી પહેલી વાત તો એ છેકે મૂળ બંધારણમાં આર્ટિકલ 35Aનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો જ નથી. તેનો ઉદ્ભવ 14 મે 1954માં રાષ્ટ્રપતિના આદેશથી બંધારણમાં જગ્યા મળી હતી. જેના માટે કોઈ પણ કાર્યવાહી થઈ નથી. તેમજ તેના સંદર્ભમાં કોઈ બંધારણ સંશોધન કે બિલ લાવવાનો ઉલ્લેખ જોવા મળતો નથી. આર્ટિકલ 35Aને લાગુ કરવા માટે તત્કાલિન સરકારે કલમ 370 હેઠળ પ્રાપ્ત શક્તિનો ઉપયોગ કર્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
14મી મે 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક આદેશ પસાર કર્યો હતો. આ આદેશ દ્વારા ભારતના બંધારણમાં એક નવા આર્ટિકલ 35A ને ઉમેરવામાં આવી હતી. આર્ટિકલ 35A દ્વારા જમ્મુ અને કાશ્મીર સરકારને ત્યાંની વિધાનસભામાં સ્થાયી નાગરિકોની વ્યાખ્યા નક્કી કરવાનો અધિકાર મળેલો છે. જેનો અર્થ એ થયો કે રાજ્ય સરકારને એ અધિકાર છે કે તેઓ આઝાદી સમયે અન્ય જગ્યાએથી આવેલા નાગરિકો અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મુ અને કાશ્મીરમાં કયા પ્રકારની સગવડો આપે અથવા ન આપે.
આર્ટિકલ 35-Aના અંર્તગત કાશ્મીરના સ્થાનિકો માટે અમુક ખાસ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. આ કલમ અંર્તગત કાશ્મીરના સ્થાનિકોને વિશેષ અધિકાર અને સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં નોકરીઓ, સંપત્તિનું ખરીદ-વેચાણ, સ્કોલરશિપ, સરકારી મદદ અને કલ્યાણકારી યોજનાઓ જોડાયેલી છે. એટલું જ નહીં ભારતનો વ્યક્તિ ત્યાં જમીન પણ ખરીદી શકતો નથી.
આ પણ વાંચો: કેબિનેટ બેઠકના એક કલાક પહેલા જ PM આવાસે પહોંચ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, જુઓ VIDEO
આ આર્ટિકલના કારણે અન્ય રાજ્યના લોકો જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિક તરીકે નથી રહી શકતા. તેમજ જમ્મુ-કાશ્મીરની કોઈ મહિલા ભારતના અન્ય રાજ્યની વ્યક્તિ સાથે લગ્ન કરે તો તે છોકરીના પણ બધા અધિકારો પૂરા થઈ જાય છે. જોકે પુરુષના મામલે આ નિયમો અલગ છે.
[yop_poll id=”1″]