ભારતને દુનિયામાં એક અલગ ઓળખ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ હતા ત્યારથી લઈને અત્યાર સુધી દેશ-વિદેશમાં ઘણો પ્રવાસ કરતા રહ્યા છે. આ દરમિયાન તેમને અનોકો ભેટ અને સોંગાતો લોકો તરફથી મળી છે. તે તમામ ભેટની વાત કરીએ તો તેમને મળેલી અત્યાર સુધીની તમામ ભેટ અને સોગાતોને તેઓ તેમની પાસે રાખતા નથી તેની હરાજી કરી કોઈ સારા કામમાં તેના પૈસાનો ઉપયોગ કરે છે.
પીએમ મોદીએ શરુ કરેલી આ પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ – સોગાદોની હરાજી કરાવે છે અને હરાજી થકી મળતા નાણાનો ઉપયોગ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે તો કોઈ અન્ય સારા કામ માટે ઉપયોગ કરે છે.
નરેન્દ્ર મોદી જ્યારે 2001માં ગુજરાતના સીએમ હતા ત્યારથી લઈને 2014માં વડા પ્રધાન બન્યા અને ત્યાર બાદથી નરેન્દ્ર મોદીને અત્યાર સુધી દેશ-વિદેશમાંથી મળેલી ભેટ- અને સોગાતો ઘણી બધી છે. જેમાં પાઘડીઓ, હાફ-જેકેટ, પેઈન્ટિંગ્સ, ધનુષ સહિતની અનેક ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે. દોરાથી બનેલી ફ્રેમ પેઈન્ટિંગ, હનુમાનજીની ગદા, સરદાર પટેલની મેટલિક મૂર્તિ સહિત અનેક ચીજ-વસ્તુઓ છે જેને હરાજીમાં પણ મુકવામાં આવી હતી. વાત કરીએ તો 2014માં પીએમ મળ્યા બાદ નરેન્દ્ર મોદીને લગભગ 2100થી પણ વધુ ભેટ-સોગાદો મળી હતી.
પીએમ મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન મળેલી ભેટ/વસ્તુઓ તેમના અંગત ઉપયોગ માટે ક્યારેય તેમની પાસે રાખી નથી. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમણે તેમને મળેલી તમામ ભેટોની હરાજી કરી છે. ગયાવર્ષે 2022માં પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું હતુ. જે સંસ્કૃતિ મંત્રાલયની ભેટોની ચોથી ઈ-ઓક્શનનું આયોજન કરાયુ હતુ. જો કે ઓક્શનની શરુઆત 2018 થી થઈ પણ તે પહેલા પણ પીએમ મોદી તેમને મળતી ભેટને વેચીને તેના પૈસાનો બાળકીઓની મદદ માટે ઉપયોગ કરતા હતા.
તમને જણાવી દઈએ તો પીએમની જ્યારથી ગુજરાત સીએમ હતા ત્યારથી લઈને તેઓ જળ સંશાધનોને વધુ મહત્વ આપતા રહ્યા છે. ત્યારે હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે દ્વારા ગંગા નદીના સંરક્ષણ તરફ પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે અનેક નદીઓની સફાઈ તેમજ સંરક્ષણ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ તો PM મોદીનું અનેક જાહેર કાર્યો માટે કુલ યોગદાન રૂ. 100 કરોડથી વધુ છે. 2014 માં પીએમ બનતા પહેલા તેઓ છોકરીઓની શિક્ષા માટે પણ મુખ્યમંત્રી તરીકે મળેલી ભેટોને વેચી તેના પૈસાનો ઉપયોગ કરતા હતા. 2001માં મુખ્યમંત્રી બન્યા બાદથી તેમને 19 કરોડ રૂપિયાની 18,710 ભેટ મળી છે.
પીએમ મોદીની વાત કરીએ તો તેમનો સારવારનો ખર્ચ પણ પોતે જાતે ઉઠાવે છે અને તેના પર કોઈ સરકારી નાણાંનો ખર્ચ થતો નથી. આ સાથે પીએમ મોદીના ભોજન પર પણ સરકારી પૈસા ખર્ચાતા નથી, તેઓ પોતે ભોજનનો ખર્ચ ઉઠાવે છે.