બંગાળમાં ‘મા માટી માનુષ’નો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ ‘જય શ્રી રામ’ બોલશે બંગાળ

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે એક નવો ઈતિહાસ લખાયો છે. હુગલી નદીની લહેરોથી લઈને દાર્જિલિંગની પહાડીઓ સુધી જય શ્રી રામના નારા ગૂંજી રહ્યા છે. જે બતાવી રહ્યા છે કે બંગાળની રાજનીતિનો મિજાજ બદલાઈ ચુક્યો છે. આ દિવસની રાહ છેલ્લા કેટલાય દાયકાઓથી ભાજપના નેતાઓ જોઈ રહ્યા હતા. આ જે એ ઈંતઝારની ઘડી ખતમ થઈ છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં TMC ને મળેલી મોટી હારના સમીકરણો તપાસવાનું હવે શરૂ થઈ ગયુ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસિલ કરનારા મમતા બેનર્જીએ જેને હથિયાર બનાવ્યુ તે જ TMCની હારનુ આ વખતે સૌથી મોટુ કારણ બન્યુ છે. બાંગ્લાદેશી નારાઓનો જાદુ આ વખતે ન ચાલ્યો. મા-માટી-માનુષ, જય બાંગ્લા અને ખેલા હોબે આ વખતે ઉલટા પડી ગયા છે.

બંગાળમાં મા માટી માનુષનો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ જય શ્રી રામ બોલશે બંગાળ
| Updated on: May 15, 2026 | 4:35 PM

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આ વખતે એક નવા જ મુકામ પર આવી ગઈ છે. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવનારી TMC 2026 ની વિધાનસભા ચૂંટણીમાં ઉલટી ગંગા વહી રહી છે. આટલી મોટી શિકસ્તની મમતા બેનર્જીએ કદાચ કલ્પના પણ નહીં કરી હોય. આ વખતે વિધાનસભા ચૂંટમીમાં TMC માટે ગત ચૂંટણીમાં જે વસ્તુઓ વરદાન સમાન નિવડી હતી એ આ વખતે અભિશાપ બની ગઈ. દાયકાઓથી બાંગ્લાદેશથી ઉધાર લીધેલા નારા ‘જય બાંગ્લા’, ‘મા-માટી-માનુષ’, અને ‘ખેલા હોબે’ હવે જનતાને નથી જોઈતા. 1971ના મુજીબુર રહેમાનના યુગથી લઈને 2013ની અવામી લીગ સુધી આ નારાને મમતા બેનર્જીએ તેમની રાજનીતિનો આધાર બનાવ્યા. પરંતુ 2026 ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો કે ઉધારની ચીજો હવે કામ નહીં કરે. માહોલ બદલાતા જ બાંગ્લાદેશના નારા લોકોને ખટકવા લાગ્યા જે પહેલા તેમને સારા લાગતા હતા. આવો તપાસીએ કે આખરે બંગાળના દીદી ક્યા થાપ ખાઈ ગયા? પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોની તસવીરો હવે સ્પષ્ટ થઈ ગઈ છે. ચૂંટણી રૂઝાનોમાં રાજ્યમાં ભાજપને બહુમત...

Published On - 6:28 pm, Mon, 4 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us