West Bengal Election 2021: મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી લડશે વિધાનસભા ચૂંટણી, જાણો પસંદગીનું કારણ

|

Mar 05, 2021 | 7:03 PM

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન  મમતા બેનર્જીએ (Mamata Banerjee) જાહેરાત કરી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ  ફક્ત એક જ વિધાનસભા મત વિસ્તાર નંદીગ્રામથી (Nandigrame) ચૂંટણી લડશે.

West Bengal Election 2021: મમતા બેનર્જી નંદીગ્રામ બેઠક પરથી લડશે વિધાનસભા ચૂંટણી, જાણો પસંદગીનું કારણ
CM Mamata Banerjee

Follow us on

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન  મમતા બેનર્જીએ (Mamata Banerjee) જાહેરાત કરી છે કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ  ફક્ત એક જ વિધાનસભા મત વિસ્તાર નંદીગ્રામથી (Nandigrame) ચૂંટણી લડશે. તેઓ 9 માર્ચે નંદીગ્રામ જશે. 10 માર્ચે નંદીગ્રામ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે અને 13 માર્ચે પરત ફરશે. મમતા બેનર્જીએ ગુરુવારે રાજ્યની 294 વિધાનસભા બેઠકોમાંથી 291 વિધાનસભા બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

 

આ વખતે નંદીગ્રામથી ચૂંટણી લડશે મમતા 
TMCના ધારાસભ્ય અને મમતા કેબિનેટના  પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારીના ભાજપમાં જોડાયા પછી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. 7 વખત સાંસદ રહી ચૂકેલા મમતા બેનર્જીએ વર્ષ 2011માં સત્તા પર આવ્યા બાદ ભવાનીપુરથી ચૂંટણી લડી હતી. મમતા બેનર્જી સતત બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે ભવાનીપુરથી રાજ્યના વર્તમાન ઉર્જાપ્રધાન શોભન દેવ ચટ્ટોપાધ્યાયને ટિકિટ આપવામાં આવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

નંદીગ્રામ આંદોલનમાં મમતાની મુખ્ય ભૂમિકા હતી 
33 વર્ષ બાદ બંગળમાંથી ડાબેરીના શાસનને ઉથલાવવા માટે નંદીગ્રામ વિસ્તાર મમતા માટે આધાર બન્યો હતો. 2007માં જ્યારે તત્કાલિન ડાબેરી મોરચાની સરકારે અહીં ઉદ્યોગો માટે ખેડૂતોની જમીન બળજબરીપૂર્વક હસ્તગત કરી લીધી હતી, ત્યારે નંદીગ્રામ અને આસપાસના લાખો લોકોએ આંદોલન કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના નેતા તરીકે આ આંદોલનનો મુખ્ય ચહેરો મમતા બેનર્જી હતા. નંદીગ્રામ આંદોલન દરમિયાન તત્કાલીન સરકારના ઈશારે હિંસા થઈ હતી અને નંદીગ્રામના 14 લોકો આ હિંસામાં મૃત્યુ પામ્યા હતા. આ હત્યાકાંડ વિરુદ્ધનો આક્રોશ રાજ્યભરમાં ફેલાઈ ગયો હતો અને મમતાની તરફેણમાં જબરદસ્ત વાતાવરણ સર્જાયું હતું.

 

વિધાનસભાની દ્રષ્ટિએ નંદીગ્રામ 
પશ્ચિમ બંગાળના પૂર્વ  મેદિનીપુરમાં આવેલ નંદીગ્રામ વિધાનસભા મત વિસ્તારનો 96.65 ટકા વિસ્તાર શહેરી અને 3.35 ટકા મત વિસ્તાર ગ્રામ્ય છે. અહીં એસટી મતદારોની સંખ્યા 16.46 ટકા અને એસસી મતદારોની સંખ્યા 0.1ટકા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામમાં 86.97 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. બંગાળમાં સત્તામાં આવ્યા બાદ મમતા બેનર્જી દર વર્ષે નંદીગ્રામ આંદોલનના દિવસે ‘નંદીગ્રામ દિવસ’ ઉજવે છે અને વિવિધ યોજનાઓની જાહેરાત કરે છે. 

 

આ પણ વાંચો: PM MODI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી માર્ચે આવશે ગુજરાત, દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન

Next Article