Weather Update: દેશના ઘણા રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

|

May 24, 2022 | 1:40 PM

હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ (Rain) થયો છે. જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો.

Weather Update: દેશના ઘણા રાજ્યોમાં આગામી 5 દિવસ સુધી કાળઝાળ ગરમીથી રાહત મળશે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
IMD Monsoon Rain Forecast

Follow us on

ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain) બાદ લોકોને આકરી ગરમીથી ઘણી રાહત મળી છે. દેશના ઘણા ભાગમાં ભારે વરસાદ અને ગાજવીજ થઈ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 5 દિવસ દરમિયાન પશ્ચિમ રાજસ્થાન સિવાય દેશના અન્ય કોઈપણ ભાગમાં હીટ વેવની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમીના કારણે રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

દિલ્હીમાં 2-3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજધાનીમાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. મંગળવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 18.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. પાવર કટ પણ સમસ્યા રહે છે. ભારે અને તોફાની વરસાદના કારણે રોડની બાજુમાં પાર્ક કરાયેલા ઓછામાં ઓછા 8 વાહનો પર વૃક્ષો પડી જવાથી વાહનોને નુકસાન થયું હતું.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

હવામાન વિભાગે મંગળવારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વિવિધ સ્થળોએ 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી. જોકે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દેહરાદૂનમાં વરસાદની શક્યતા

આજે ઉત્તરાખંડના દેહરાદૂનમાં વરસાદની સંભાવના છે. અહીં જોરદાર વાવાઝોડાની શક્યતા છે. રાજસ્થાનના જયપુરમાં આજે ભારે વરસાદ સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે સવારે 8.30 વાગ્યાથી મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી દિલ્હીમાં 15 મિમી વરસાદ નોંધાયો હતો. સોમવારે લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 9 ડિગ્રી ઓછું હતું. જ્યારે મહત્તમ તાપમાન 31.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે.

Published On - 1:40 pm, Tue, 24 May 22

Next Article