AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather News : દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ

દિલ્હી સહિત હવામાન વિભાગે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તે જ સમયે, 17 અને 18 ઓક્ટોબરે આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો પણ છે.

Weather News : દિલ્હી-NCRમાં વરસાદ, ઉત્તરાખંડ -રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, જાણો કેવું રહશે ગુજરાતનું વાતાવરણ
Weather News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 9:20 AM
Share

Weather : દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.

જો કે દિલ્હી સહિત હવામાન વિભાગે જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા દર્શાવી છે. તે જ સમયે, 17 અને 18 ઓક્ટોબરે આંદામાન અને નિકોબાર ટાપુઓના ઘણા વિસ્તારોમાં વીજળી પડવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો પણ છે.

ઉત્તરાખંડ રાજસ્થાનમાં ભારે વરસાદની સંભાવના

આજે ઉત્તરાખંડ અને પશ્ચિમ રાજસ્થાનમાં વરસાદની સાથે કરા પડવાની સંભાવના છે. તે જ સમયે, કેરળમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી મોસમ યથાવત છે. તિરુવનંતપુરમમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ સાથે જ અનેક નીચાણવાળા વિસ્તારોમાં અને ત્યાં આવેલ મકાનોમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તિરુવનંતપુરમમાં આગામી પાંચ દિવસ સુધી આકાશ વાદળછાયું રહેશે અને હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. તિરુવનંતપુરમનું આજે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં પણ હાલ નવરાત્રીનો માહોલ જામ્યો છે આ બધાની વચ્ચે ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે.

યુપીના આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે સવારથી આકાશ વાદળછાયું છે. સવારે 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લખનૌમાં આજે વરસાદની સંભાવના છે. સાથે જ વારાણસીમાં ક્યારેક તડકો તો ક્યારેક છાંયો પણ રહેશે. જો કે, સૂર્ય ચમકશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે.

બિહારનું હવામાન કેવું રહેશે ?

સોમવારે રાત્રે બિહારના વિવિધ જિલ્લાઓમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. રાત્રે પટના અને વૈશાલીમાં મુશળધાર વરસાદ પડ્યો હતો.જોરદાર તોફાન અને પાણીના કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે સમસ્તીપુર, જહાનાબાદ, નાલંદા અને રોહતાસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">