ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!

દિલ્હી-NCR, ગુજરાત સહિત ઉત્તર ભારતમાં IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે, જેમાં વરસાદ, ગાજવીજ, તેજ પવન અને ગોળાવર્ષાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં હવામાન બદલાયુ, IMDએ આપી 15 રાજ્ય માટે ભારે વરસાદની ચેતવણી!
Image Credit source: Social Media
| Updated on: Mar 20, 2026 | 9:08 AM

દિલ્હી-NCR વિસ્તારમાં સતત વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ (IMD)એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેજ પવન, વીજળી પડવાની શક્યતા અને ગોળાવર્ષાની ચેતવણી સાથે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વરસાદની અસર જોવા મળી રહી છે.

ગુરુવાર બાદ શુક્રવારે સવારની શરૂઆત પણ દિલ્હી, નોઇડા અને ગુરુગ્રામ સહિતના વિસ્તારોમાં વરસાદ સાથે થઈ. આ વરસાદના કારણે હવામાનમાં નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. IMDએ દિલ્હી, નોઇડા, દાદરી અને ગ્રેટર નોઇડામાં ગાજવીજ, વીજળી અને કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં શું અસર થશે?

ગુજરાતમાં હાલ ભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ હવામાનમાં ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, હળવો પવન અને તાપમાનમાં થોડો ઘટાડો અનુભવાઈ શકે છે. ઉત્તર ભારતના હવામાન સિસ્ટમની આ પરોક્ષ અસર ગુજરાતના વાતાવરણમાં બદલાવ લાવી શકે છે.

IMDએ આપી ભારે વરસાદની ચેતવણી

દિલ્હી ઉપરાંત ગુજરાત, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ તેમજ દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ અને ઠંડી વચ્ચે નવારાત્રિના પ્રારંભે હજારો ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા. વરસાદ છતાં ભક્તોમાં ઉત્સાહ યથાવત રહ્યો.  રાજસ્થાનમાં છેલ્લા 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. જયપુર, અજમેર, ભરતપુર અને કોટા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં હવામાન સુકું રહી શકે છે.

ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા પણ નોંધાઈ છે. બદ્રીનાથ, કેદારનાથ અને અન્ય પર્વતીય વિસ્તારોમાં બરફની ચાદર જોવા મળી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.

કેમ પડી રહ્યો છે વરસાદ?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિ પાછળ Western Disturbance જવાબદાર છે, જે હાલમાં ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીર વિસ્તાર પર સક્રિય છે. તેની અસરથી હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

Iran- Israel War Breaking News: ખાડી દેશોની બગડતી પરિસ્થિતિ વચ્ચે, DGCA એ એડવાઇઝરી જાહેર કરી, 11 દેશોની ફ્લાઇટ્સ ટાળવાની અપીલ

Follow Us