Weather Alert : ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધ્યું, જાણો કેમ અચાનક વધી ગરમી

|

Feb 28, 2021 | 3:43 PM

Weather Alert : ભારતીય હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલએ  કહ્યું હતું કે ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે.એડીજી આનંદ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ મધ્યના રાજ્યનું તાપમાન સામાન્ય કરતાં વધ્યું છે.

Weather Alert : ભારતના ઘણા રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતા વધ્યું, જાણો કેમ અચાનક વધી ગરમી

Follow us on

Weather Alert : ભારતીય હવામાન વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલએ  કહ્યું હતું કે ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતમાં તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે.એડીજી આનંદ શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને પશ્ચિમ મધ્યના રાજ્યનું તાપમાન સામાન્ય કરતાં વધ્યું છે. તેમણે કહ્યું કે ગુરુવારે દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. જ્યાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું.

શર્માએ જણાવ્યું હતું કે દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ભારતની આસપાસના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા પાંચથી છ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. આ તાપમાનનું વલણ હજી પણ આગળ ચાલુ રહેવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 1 અને 2 માર્ચે આ વિસ્તારમાં તાપમાનમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે. ખરેખર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં ઘટાડો થવાને કારણે તાપમાનમાં અચાનક વધારો થયો છે.

અચાનક ગરમી કેમ વધી?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માત્ર 1 વખત થયું હતું. જેના કારણે 3-4 ફેબ્રુઆરીએ વરસાદ પડ્યો હતો. જેના દિલ્હી સહિત ઉત્તર અને પૂર્વ ભારતમાં ગરમ ​​પવન સતત ફુંકાઈ રહ્યો છે. આ જ કારણ છે કે 2006 પછી આ પહેલીવાર છે જ્યારે 15 ફેબ્રુઆરી પહેલા મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયું છે. આનાથી ગરમીમાં વધારો થયો છે.

તાપમાનની વાત કરીએ તો દેશમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં છેલ્લા 27 દિવસનું સરેરાશ લઘુત્તમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું છે. આ સામાન્ય સરેરાશ તાપમાન કરતાં 3..8 ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન પણ રેકોર્ડ બનાવવા તરફ છે. તે ઇતિહાસમાં ફેબ્રુઆરીનો બીજો સૌથી ગરમ મહિનો હતો.

દિલ્હીમાં તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યું

દેશની રાજધાની દિલ્હીમાં હાલ ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે. આ સિઝનમાં સૌથી ગરમ દિવસ મંગળવારે જ્યારે દિલ્હીમાં તાપમાન 33.6 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ (આઇએમડી) ના આગાહી મુજબ આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. જ્યારે આગળ પણ તાપમાનમાં ફક્ત એક થી બે ડિગ્રી ઘટાડો થઈ શકે છે.

Next Article