VP Election: એક જ રંગના ડ્રેસમાં જોવા મળ્યા PM મોદી અને જગદીપ ધનખડ, કોંગ્રેસના જયરામ રમેશનો કટાક્ષ, “કેન્ડિડેટ કોણ છે ?”

|

Jul 18, 2022 | 5:29 PM

ખાસ વાત એ છે કે આ દરમિયાન વડાપ્રધાન મોદી અને NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે એક જ રંગના ડ્રેસિંગમાં જોવા મળ્યા હતા. જેને લઈને સહુ કોઈની નજરો તેમના પર જ ટકેલી હતી.

VP Election: એક જ રંગના ડ્રેસમાં જોવા મળ્યા PM મોદી અને જગદીપ ધનખડ, કોંગ્રેસના જયરામ રમેશનો કટાક્ષ, કેન્ડિડેટ કોણ છે ?
ધનખડે ભર્યુ ઉમેદવારી ફોર્મ
Image Credit source: Narendra Modi

Follow us on

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી (Vice Presidential Elections)ની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે  પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડ (Former Governor Of West Bengal Jagdeep Dhankhar) એ NDAના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. ધનખડે ખુદને “ખેડૂતનો દીકરો” ગણાવતા કહ્યું કે આ પ્રકારની તક મળવાનુ તેમણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યુ ન હતુ. નોમિનેશન દરમિયાન ધનખડની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi), ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને પાર્ટીના અન્ય વરિષ્ઠ પાર્ટી નેતાઓ હાજર હતા.

આ પ્રસંગે સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ રહી કે PM મોદી અને અને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જગદીપ ધનખડે એક સરખુ જ ડ્રેસિંગ કર્યું હતું, જેના પર બધાની નજર ટકેલી હતી. બંને નેતાઓ એક જ રંગના કપડામાં જોવા મળ્યા હતા. ધનખડનું  ઉમેદવારી પત્ર પણ વડાપ્રધાનના હાથમાં જોઈને કોંગ્રેસે કટાક્ષ પણ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

એક જ રંગના ડ્રેસમાં જોવા મળ્યા PM મોદી અને NDAના ઉમેદવાર જગદીપ ધનખડ

નામાંકન દરમિયાન PM મોદી બ્લુ કલરનુ હાફ બ્લેઝર અને વ્હાઈટ કુર્તા પાયજામામાં જોવા મળ્યા હતા અને વીડિયોમાં જોઈ શકાય છે કે તેમના કોટના ખિસ્સામાં પેન પણ દેખાઈ રહી છે. તે જ સમયે જગદીપ ધનખડ પણ આ જ રંગના ડ્રેસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન PM મોદી ધનખડને ઉમળકાભેર મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ દરમિયાન PM મોદી સહિત તમામ નેતાઓ હસી મજાક કરતા જોવા મળી રહ્યા છે. PM મોદીએ ખુદ ધનખડનું  ઉમેદવારી પત્ર મેળવ્યું હતું અને ધનખડને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે પોતાને ખેડૂત પુત્ર ગણાવનાર ધનખડ PM મોદીના હાથ પકડી વંદન કરતા જોવા મળ્યા હતા.

“કેન્ડિડેટ કોણ છે”

આ પછી જગદીપ ધનખડ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A) ના પ્રમુખ અને કેન્દ્રમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્ય મંત્રી રામદાસ આઠવલેને મળતા જોવા મળે છે. તે જ સમયે, PM મોદી પાર્ટીના નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને મળતા જોઈ શકાય છે. આ દૃશ્યોમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, વિદેશમંત્રી ડૉ. જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ જોવા મળી રહ્યા છે. વીડિયોના અંતમાં PM મોદીની પાછળ NDAના ઉમેદવાર જગદીપ ધનખડ અને અન્ય નેતાઓને જતા પણ જોઈ શકાય છે. આ જ વિડીયોને રીટ્વીટ કરતા કોંગ્રેસના નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો અને લખ્યું, “કેન્ડિડેટ કોણ છે ?”

 

6 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી

ઉલ્લેખનીય છે કે દેશના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 6 ઓગસ્ટે મતદાન થવાનું છે. આ પદ માટે ઉમેદવારી નોંધાવવા માટેની છેલ્લી તારીખ 19 જુલાઈ છે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. તો બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સંસદ ભવનમાં મતદાન કરવામાં આવ્યુ છે. રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈના રોજ આવશે.

Next Article