BJP કાર્યાલય પાસેથી પસાર થઈ ‘ભારત જોડો યાત્રા’, રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને 6 વાર આપી ફલાઈંગ કિસ

|

Dec 06, 2022 | 9:34 PM

આ દરમિયાન રાહુલ ગાંધી રોજની જેમ લોકોનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળ્યા હતા પણ તે દરમિયાન એવી એક ઘટના બની જેને જોઈ લોકો દંગ રહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

BJP કાર્યાલય પાસેથી પસાર થઈ ભારત જોડો યાત્રા, રાહુલ ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓને 6 વાર આપી ફલાઈંગ કિસ
Rahul Gandhi blew Fying kiss
Image Credit source: Twitter

Follow us on

રાહુલ ગાંધીની મહિનાઓથી ચાલી રહેલી ભારત જોડો યાત્રા હાલમાં ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પહોંચી છે. રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાનો આજે બીજો દિવસ હતો. આ યાત્રા રાજસ્થાનના ઝાલાવાડ રમત સંકુલથી સવારે લગભગ 6 કલાકે શરુ થઈ હતી. સવારે 9.30 કલાક સુધી આ યાત્રામાં 11 કિલોમીટર સુધીની યાત્રા પૂરી કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી રોજની જેમ લોકોનું અભિવાદન કરતા અને હાથ મિલાવતા જોવા મળ્યા હતા પણ તે દરમિયાન એવી એક ઘટના બની જેને જોઈ લોકો દંગ રહી ગયા હતા. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાના બીજા દિવસે રાહુલ ગાંધી ભાજપના કાર્યાલય પાસેથી પસાર થઈ રહ્યા હતા. રાહુલ ગાંધીને જોવા  ભાજપ કાર્યકર્તાઓ કાર્યાલયની અગાસી પર ઉભા જોવા મળ્યા. તેવામાં રાહુલ ગાંધીની નજર તેમના પર પડી અને તેમણે તેમને ફલાઈંગ કિસ મોકલી અભિવાદન કર્યુ હતુ. આ વર્તન દ્વારા તેમણે દેશને સંદેશો આપ્યો હતો કે તેઓ નફરત નહીં પણ પ્રેમની રાજનિતિમાં માને છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાહુલ ગાંધીના વીડિયો થયા વાયરલ

 

 

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે મોદીજીની નકલ કરે છે આ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે વાહ રાહુલજી વાહ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે આ દેશનો પહેલો એવો નેતા છે જે લાઈવ સંસદમાં વિરોધીને ભેટી પણ શકે છે.

આ પહેલા વાયરલ થયો હતો આ વીડિયો

 

હાલમાં મધ્યપ્રદેશમાંથી પસાર થતી ભારત જોડો યાત્રાનો વીડિયો વાયરલ થયો હતો. જેવા કેટલાક લોકો રાહુલ ગાંધીને જોઈ મોદી મોદીના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ સમય રાહુલ ગાંધી અને તેમના નેતાઓએ જે રિએક્શન આપ્યુ તેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Next Article