બાઈક ચાલકો ચેતી જજો ! જો આવી ભૂલ કરી તો લેવાના દેવા થઈ જશે – જુઓ Video
લેહ લદાખ જેવી ઠંડી જગ્યાએ મુસાફરી કરવી એ એક અનોખો અનુભવ છે પરંતુ માઇનસ ડિગ્રીમાં બાઈક ચલાવતી વખતે કેટલીક મહત્વની વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

ઠંડા પ્રદેશોમાં મુસાફરી કરતા લોકોએ હવે સાવચેત રહેવાની જરૂર છે. માઇનસ ડિગ્રી તાપમાન હોય ત્યારે પેટ્રોલ સંકોચાઈ જાય છે અને ટેન્કમાંથી બહાર આવવાની શક્યતા વધી જાય છે. જો ટેન્ક છલોછલ ભરાય, તો ઓવરફ્લો થવાની શક્યતા વધુ હોય છે. બીજું કે, ઠંડીને કારણે ટેન્ક પર ભેજ જામી જાય છે, જે વાહનને નુકસાન પહોંચાડી શકે છે.
લેહ લદાખ સફર દરમિયાન પણ કઇંક આવી ઘટના બની હતી. વાત એમ છે કે, લેહ લદાખના સફર દરમિયાન વધુ ઠંડીના કારણે પેટ્રોલ ટેન્કમાંથી ઓવરફ્લો થવા લાગ્યું. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, ટેન્કમાંથી પેટ્રોલ પાણીના ફુંવારાની જેમ બહાર આવી રહ્યું છે.
આ ઘટના પરથી એ સ્પષ્ટ થાય છે કે, ખૂબ જ ઠંડીવાળા વિસ્તારમાં પેટ્રોલની ટાંકી ક્યારેય ફુલ ન ભરાવવી જોઈએ. બાઈક સવારે માત્ર 70-80 ટકા જેટલી જ પેટ્રોલ ટાંકી ભરાવવી જોઈએ.
વીડિયોમાં જોઇ શકાય છે કે, ટેન્ક ઓવરફ્લો થઈ ગઈ છે અને પેટ્રોલ પાણીના ફુંવારાની જેમ બહાર આવી રહ્યું છે. જણાવી દઈએ કે, ઠંડીના કારણે પેટ્રોલ ફેલાઈ જાય છે અને તેનાથી આપણને તેમજ બાઈકને નુકસાન થઈ શકે છે. આથી, ઠંડી જગ્યાએ ટ્રાવેલ કરો ત્યારે પેટ્રોલ ટેન્ક ક્યારેય ફુલ ન કરાવો.